પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો વધ્યો છે, જ્યાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ અભિષેક બેનર્જી સામે ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલાં ભાષણોને લઈને FIR નોંધાઈ છે. કોલકાતાના બિધાનનગર ઉત્તર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં તેમના પર ભડકાઉ નિવેદનો આપવા, વિરોધી પક્ષો સામે આક્રમક ભાષાનો ઉપયોગ કરવા અને કેન્દ્રીય ગૃહમંત્રી અંગે ધમકીભરી ટિપ્પણીઓ કરવાનો આરોપ મૂકાયો છે.
આ ફરિયાદ સામાજિક કાર્યકર રાજીવ સરકાર દ્વારા નોંધાવવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે 27 એપ્રિલથી 3 મે દરમિયાન યોજાયેલી વિવિધ ચૂંટણી સભાઓમાં એવા નિવેદનો કરવામાં આવ્યા હતા જે જાહેર શાંતિ અને સામ્પ્રદાયિક સૌહાર્દને અસર કરી શકે છે.
FIRમાં શું છે આરોપ?
FIR મુજબ, ડાયમંડ હાર્બર લોકસભા બેઠકના સાંસદ અભિષેક બેનર્જીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 દરમિયાન વિવિધ રાજકીય રેલીઓમાં ભડકાઉ, ધમકીભર્યા અને ઉશ્કેરણીજનક ભાષણો આપ્યાં હતાં.
ફરિયાદમાં આરોપ છે કે આ ભાષણો દ્વારા હિંસા ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેમજ વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મની ફેલાવવાની શક્યતા ઊભી થઈ. આ સિવાય વિરોધી કાર્યકરોને ધમકાવવાના અને જાહેર શાંતિ ભંગ થવાની પરિસ્થિતિ સર્જવાના પણ આરોપો છે.
An FIR has been filed against TMC MP Abhishek Banerjee at the Bidhannagar North Cyber Crime Police Station over alleged provocative remarks made ahead of the elections and statements regarding the playing of DJs. The FIR also reportedly pertains to comments made against Union… pic.twitter.com/taXNBRapcE
— IANS (@ians_india) May 15, 2026
કાનૂની કલમો અને તપાસ
પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેમાં રમખાણો ભડકાવવાના, સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાના, ડર અને ધમકીનું વાતાવરણ ઊભું કરવાના તથા ભ્રામક માહિતી ફેલાવવાના આરોપો સામેલ છે.
આ ઉપરાંત લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કેટલીક જોગવાઈઓ પણ FIRમાં ઉમેરવામાં આવી છે, જે ચૂંટણી પ્રક્રિયામાં આચરણ સંબંધિત નિયમોને લગતી છે.
ક્યાં-ક્યાં યોજાઈ સભાઓ?
ફરિયાદમાં મહેશતલા, આરામબાગ, હરિણઘાટા અને નંદીગ્રામ જેવી જગ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં અભિષેક બેનર્જીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાષણો આપ્યાં હતાં.
ફરિયાદ મુજબ આ સ્થળોએ આપવામાં આવેલા નિવેદનો રાજકીય તણાવ વધારનાર અને સંવેદનશીલ પરિસ્થિતિ ઊભી કરનાર હતા.
તપાસ સોંપાઈ
આ સમગ્ર કેસની તપાસ સબ-ઇન્સ્પેક્ટર સોમનાથ રોયને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી તપાસના આધારે કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel