ક્યારેક આપણી સમક્ષ એવા પણ કિસ્સા આવતા હોય છે કે જેમાં આપણે જાણીને ચોકી જઈએ છીએ. હાલમાં પંજાબના ભટિંગામાં રહેતા 5 વર્ષના બાળકે રચેલા ઈતિહાસ બાબતે જાણવા મળ્યુ છે, જેમા આ 5 વર્ષના બાળકે એક મિનિટ અને 35 સેકન્ડમાં હનુમાન ચાલિસા વાચીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ આ નાનો બાળક ગીતાંશ ગોયલે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તેણે જુનો રેકોર્ડ તોડી દીધો છે. ગીંતાશની આ ઉપલબ્ધિ પર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ પણ ઘણા ખુશ થયા છે. આજ કારણે તેમને આગામી 30 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં સમ્માનિત કરવાનો નિર્ણય કર્યો છે.
#WATCH | Punjab | A 5-year-old child from Bathinda, Geetansh Goyal recites Hanuman Chalisa in record time.
For the feat, he has received an appreciation certificate from the 'India Book of Records'. pic.twitter.com/KiMnc1UlXM
— ANI (@ANI) August 29, 2023
ચાર વર્ષ પછી એટલે કે 2022માં યુવરાજના આ રેકોર્ડને તોડી દીધો છે
વર્ષ 2018માં ઝારખંડના હજરીબાગમાં રહેવાસી એક 5 વર્ષના બાળક યુવરાજ એક મિનિટ અને 55 સેકન્ડમાં હનુમાન ચાલીસાનો પાઠ વાચ્યો હતો. ત્યારે તેનુ નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોધવામાં આવ્યું હતું. ચાર વર્ષ પછી એટલે કે 2022માં યુવરાજના આ રેકોર્ડને તોડી દીધો છે. માત્ર એક સેકન્ડથી તેણે આ રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. આ રેકોર્ડ ગિતાંશે એક મિનિટ અને 54 સેકન્ડમાં હનુમાન ચાલીસા વાચી છે.
ગીતાંશે ખુદનો જ રેકોર્ડ તોડવા માટે હવે એક મિનિટ અને 35 સેકન્ડમાં હનુમાન ચાલીસા વાંચી નવો રેકોર્ડ બનાવ્યો
હવે ગીતાંશે ખુદનો જ રેકોર્ડ તોડવા માટે હવે એક મિનિટ અને 35 સેકન્ડમાં હનુમાન ચાલીસા વાંચી નવો રેકોર્ડ બનાવી લીધો છે. ગીતાંશનો પરિવાર તેની આ ઉપલબ્ધિથી ખૂબ જ ઉસ્તાહિત છે, સામાન્ય રીતે આટલી નાની ઉંમરમાં હનુમાન ચાલીસા યાદ કરવી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ આ નાના બાળકને હનુમાન ચાલીસા કેવળ માત્ર યાદ નહી પરંતુ ખૂબ ઝડપથી બજરંગ બલીનો પાઠ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.