સરકારના નિર્ણયના કારણે સફરજન પર અત્યાર સુધી લાગતી 20 ટકાની ઈમ્પોર્ટ ડ્યુટી હટી જશે. જોકે ભારતમાં સફરજનની ખેતી કરતા ખેડૂતોમાં આ નિર્ણય સામે વિરોધ શરૂ થઈ ગયો છે. જોકે ભારત સરકારે આશ્વાસન આપ્યુ છે કે, આ નિર્ણયની અસર ભારતના સફરજનના માર્કેટ પર નહીં પડે.ઉલટાનુ તેનાથી સ્પર્ધા વધશે અને તેનો ફાયદો ગ્રાહકોને મળશે. લોકોને સારી ક્વોલિટીના સફરજન મળી શકશે. કસ્ટમ ડ્યુટી માત્ર પ્રીમિયમ ક્વોલિટીના સફરજન પર ઓછી થવાની છે.
ભારત સરકારે વોશિંગ્ટન એપલ પર 20 ટકાની વધારાની ડ્યુટી 2019માં લગાવી હતી. કારણકે અમેરિકાએ ભારતમાંથી ઈમ્પોર્ટ કરાતી સ્ટીલ તેમજ એલ્યુમિનિયમ પ્રો઼ડકટ પર ટેરિફ વધારી દીધુ હતુ. ભારતના નિર્ણયના કારણે અમેરિકાના સફરજનની ભારતમાં આયાત ઘટી રહી હતી. 2019માં ભારેત 1.27 લાખ ટ્ન સફરજન આયાત કર્યા હતા. આ આંકડો ગયા વર્ષે ઘટીને 4.4 હજાર ટન રહી ગયો હતો.
ભારત સહિત ઘણા દેશોમાં અમેરિકન એપલની ડીમાન્ડ છે. જોકે ભારતે 20 ટકા વધારાની ડ્યુટી લગાડ્યા બાદ તેના પરની કુલ ડ્યુટી 70 ટકા થઈ ગઈ હતી અને તેના કારણે ભારતના માર્કેટમાં આ સફરજન સ્પર્ધા કરી શકે તેવી સ્થિતિમાં રહ્યા નહોતા.
ભારતમાં સફરજનનુ ઉત્પાદન કરતા રાજ્ય હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રીએ હવે અમેરિકન સફરજન પરની ડ્યુટી ઘટાડવાના ભારત સરકારના નિર્ણયની ઝાટકણી કાઢીને કહ્યુ છે કે, ભારતના ખેડૂતો માટે આ નિર્ણય હાનિકારક સાબિત થશે.