ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરાબ્દુલ્લાહિયને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે ઈરાનના વલણને લઈને મોટું નિવેદન આપ્યુ છે. હુસૈન અમીરાબ્દુલ્લાહિયને કહ્યું કે, ઈરાન નથી ઈચ્છતું કે, બંને પક્ષોનું યુદ્ધ વધુ ફેલાઈ અને સ્થિતિ ગંભીર બને.
એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે, યુદ્ધ વધુ ફેલાઈ. ઈરાનના વિદેશ મંત્રીએ એ આરોપોને પણ નકારી કાઢ્યા જેમાં કહેવામાં આવ્યુ હતું કે, ઈઝરાયેલ વિરુદ્ધ હુમલામાં હમાસ સાથે ઈરાન પણ સામેલ હતું.
આવા આરોપોને અમીરાબ્દુલ્લાહિયને પાયાવિહોણા ગણાવતા કહ્યું કે, એ સત્ય છે કે, અમે પેલેસ્ટાઈન માટે હંમેશા રાજકીય અથવા આતંરરાષ્ટ્રીય મંચ પરથી અવાજ ઉઠાવ્યો છે. અમે તેનો ઈનકાર નથી કરતા પરંતુ અલ-અક્સા સ્ટાર્મ ઓપરેશન સાથે ઈરાનને કોઈ લેવાદેવા નથી. ન તો મારી સરકાર સાથે કે, નતો મારા દેશના કોઈ પણ ભઆગ સાથે આ ઓપરેશનને કોઈ લેવાદેવા નથી.
ગત અઠવાડિયે ઈરાનના સમર્થન વાળા રક્ષા દળોએ ઈરાક અને સીરિયામાં અમેરિકી સૈનિકો પર ઓછામાં ઓછા 19 વખત હુમલા કર્યા હતા. સંયુક્ત રાજ્ય અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રને કહ્યું હતું કે, તે ઈરાન સાથે કોઈ યુદ્ધ નથી ઈચ્છતું. પરંતુ એન્ટોની બ્લિંકને ચેતવણી આપી હતી કે, જો ઈરાન અથવા તેના પ્રતિનિધિ અમેરિકનો પર ક્યાંય હુમલા કરશે તો અમેરિકા કાર્યવાહી કરવાથી પાછળ નહી હટે.
ઈરાની વિદેશ મંત્રીએ કહ્યું કે, જો કોઈ વિસ્તારમાં અમેરિકી હિતોને નિશાન બનાવવામાં આવે છે તો કોઈ પણ પુરાવા વગર ઈરાન પર આરોપ લગાવવો એ સંપૂર્ણ રીતે ખોટું છે.
ગાઝા અંગે તેમણે કહ્યું કે, લોકો ગુસ્સામાં છે પરંતુ તમને જણાવી દઈએ કે, તેમને અમારા તરફથી દેશ નથી મળી રહ્યા. તેઓ પોતાના હિત પ્રમાણે કામ કરે છે. આ ઉપરાંત જે થયુ અથવા જે હમાસ કરી રહ્યું છે તે સંપૂર્ણ રીતે પેલેસ્ટિનિયન મામલો હતો.