કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. તેમણે દ્વારકાથી ગુજરાત પ્રવાસની શરુઆત કરી છે. અમિત શાહે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીષ નમાવી દર્શન કર્યા હતા. અમિત શાહે ભગવાન દ્વારકાધીશની પાદુકાનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યાં હતા.
જે પછી દ્વારકામાં નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત કર્યુ છે. મોજપ ગામમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે સઘન અને ઉચ્ચ સ્તરીય તાલીમ આપવા એકેડેમી બનાવવામાં આવી છે. સાથે જ તેમણે કહ્યુ કે સેનાના માધ્યમથી જ આજે દેશ સુરક્ષિત છે.
અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યુ હતુ કે, દ્વારકા એટલે દેશનો પ્રવેશ દ્વાર.દ્વારકામાં નેશનલ એકેડમી શરુ કરવી એક પડકાર હતો.કોંગ્રેસના શાશનમાં પોરબંદર દાણચોરીનું કેન્દ્ર હતુ. તેમણે જણાવ્યુ કે અગાઉ એક વર્ષમાં 12,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું ન હતું, પરંતુ હવે ભારતીય નેવી અને NCBએ મળીને કેરળના દરિયાકાંઠેથી 12,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.
અમિત શાહે જણાવ્યુ કે વર્ષ 2018માં જ નેશનલ કોસ્ટલ પોલીસ એકેડમીને મંજૂરી આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના દ્રઢ નિશ્ચયથી એકેડમીનું નિર્માણ થયુ છે. તટીય મોદી સરકારના રાજમાં દરિયાકિનારાઓ સુરક્ષિત થયા છે. મુંબઇમાં આતંકી હુમલા પછી દરિયાકિનારાઓ પર સુરક્ષા વધુ સઘન કરાઇ છે.
અમિત શાહે જણાવ્યુ હતુ કે હવે સેનાના માધ્યમથી જ દેશ સુરક્ષિત છે. તટીય સુરક્ષા વધ્યા બાદ દુશ્મનોના દાંત ખાટા થઇ ગયા છે.