સામજિક સમરસતા મંચ – ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના ભૂમિહીન ખેત મજુરોના પાયાના પ્રશ્નોને સમજવા અને તેના સંભવિત નિરાકરણ માટે તા. ૧૩,૦૫ ૨૫ના રોજ ડૉ.હેડગેવાર ભવન-અમદાવાદ ખાતે સેમીનાર યોજાઈ ગયો. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ગામડાઓમાંથી ૪૦થી વધારે ભૂમિહીન ખેત મજુરો આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં મનરેગા યોજન હેઠળ ખેત મજુરીનો સમાવેશ કરવા, મજુર વર્ગ માટેની સોશ્યલ સિક્યુરીટી યોજના અંતર્ગત ભૂમિહીન ખેત મજુરોનો સમાવેશ કરવા, પ્રધાન મંત્રી આવાસ યોજનામાં ભૂમિહીન ખેત મજુરોને આવાસ આપવા બાબતે અને આ પરિવારોના કલ્યાણ માટે અન્ય સામજિક, શૈક્ષણીક, આર્થિક બાબતોની ચર્ચા-વિચારણા થયી. રાજ્ય સરકારશ્રીને આવેદન પત્ર આપવા માટે સેમિનારમાં સહમતી મળી. આ સેમિનારમાં સામાજિક સમરસતા ગતિવિધિના અખિલ ભારતીય સંયોજક શ્રી શ્યામપ્રસાદજીનું માર્ગદર્શન મળ્યું. ગુજરાત વિદ્યાપીઠ અર્થશાસ્ત્ર વિભાગના પ્રો. નરેશભાઈ ચૌહાણ,પ્રો. નીમન બંદુકવાલા અને પ્રો.કૈલાશ ભોયા ઉપસ્થિત રહી જરૂરી સૂચની કર્યા. સામાજિક સમરસતા મંચના ડો.હેમાંગભાઈ પુરોહિત, યોગેશભાઈ પારેખ હિંમતભાઈ વાટલીયા અને ડો વિજય ઝાલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા