ભારતથી દુબઈ જઈ રહેલા પ્લેનને હાઈજેકકરવાની ધમકી મળતાં દોડધામ મચી ગઈ હતી. આ માહિતી એરપોર્ટ ઓથોરિટીને એક ઈ-મેઈલ દ્વારા આપવામાં આવી હતી. તંત્રએ તકેદારીના ભાગરૂપે સુરક્ષા અને સલામતીના પગલાંની ખાતરી કરી જોખમ ન હોવાનું સુનિશ્ચિત કરતા તમામે હાશકારો અનુભવ્યો હતો. આ ઈ – મેઈલ કોઈ ટીખળખોરનું કારસ્તાન હોવાનું સામે આવ્યું હતું.
હૈદરાબાદ એરપોર્ટ ઓથોરિટીને ઈ-મેઈલ મળ્યો
ભારતથી દુબઈજઈ રહેલા એર ઇન્ડિયાના Air India Flight AI951 પ્લેનને હાઈજેકકરવાની કાવતરાની ચેતવણી મળતાં ચારેબાજુ ખળભળાટ મચી ગયો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટઓથોરિટીને દુબઈ જતી ફ્લાઈટને હાઈજેક કરવા અંગેનો ઈ-મેઈલ મળ્યો હતો.આ માહિતી મળતાં ચારેબાજુ ગભરાટનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ વિશે માહિતી આપતો ઈ-મેઈલ એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટર ને મળ્યો હતો.
આ ઈ-મેઈલમાં કહેવામાં આવ્યું હતું કે એક મુસાફર હૈદરાબાદથી દુબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને હાઈજેક કરવાની યોજના બનાવી રહ્યો છે.
પોલીસ સતર્ક બની હતી અને ઘટના ન બને તે અંગે કવાયત શરૂ કરાઈ હતી. ઘટના ધમકી અંગેની માહિતી મળતા જ પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને દરેક જગ્યાએ ચેકિંગ શરૂ કરી દીધું હતું. અધિકારીઓએ કહ્યું છે કે વેરિફિકેશન બાદ આ ઈ-મેઈલ ટીખળ હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ મામલામાં આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને કેસની તપાસ ચાલી રહી છે.
5 મહિનામાં હાઇજેકની ધીમકીની ટીખળની બીજી ઘટના
જૂન મહિનામાં પણ આવીજ એક ઘટના બની હતી. ફોન પર’Hijacking Ki Planning Hai’ તેમ ફોન પર બોલતા એક મુસાફરે મુશ્કેલી સર્જી દીધી હતી. જ્યારે વિમાન ઉપડવાનું હતું તેના થોડા સમય પહેલા જ વિસ્તારાની મુંબઈ-દિલ્હી ફ્લાઇટ અંગે ટેલિફોનિક વાતચીતથી ગભરાટ ફેલાયો હતો. આ મામલાનોનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલી નાંખી પોલીસ દ્વારા 23 વર્ષીય મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી.
આ મામલો ક્રૂ મેમ્બર પ્રકાશમાં લાવ્યા હતા અને કેટલાક મુસાફરોએ પણ વાતચીત સાંભળી હતી. આ શકાસ્પદ પેસેન્જરને ઉતારીને સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્યો હતો.