અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થી અને રાષ્ટ્રના હિતમાં કાર્યો કરી વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્રના નિર્માણનુ ઘડતર કરતું સંગઠન છે, જોકે એબીવીપી દ્વારા ૭મી જાન્યુઆરીથી ૯મી જાન્યુઆરી સુધી પ્રદેશ અધિવેશન કર્ણાવતી(અમદાવાદ) ખાતે યોજાતા વિવિધ સત્રો દ્વારા વિદ્યાર્થી કાર્યકરોને માર્ગદર્શન અપાયું હતું, ત્યારે ગતરોજ પ્રદેશ અધિવેશનમાં તૃતીય દિવસે પ્રદેશ કારોબારીના સભ્યોની ઘોષણાઓ થઈ હતી, જેમાં બનાસકાંઠા ભાગ સંયોજક અને થરાદના ઉત્સાહીત વિદ્યાર્થી નેતા રાજેશભાઈ જોષી(નાનોલ) પ્રદેશ કારોબારી સદસ્ય તરીકે ઘોષિત થતાં એબીવીપીના સૌ કાર્યકરો અને સામાજિક- રાજકીય અગ્રણીઓ, વડીલો, યુવાઓ, સ્નેહીજનોએ શુભેચ્છાઓ પાઠવી વિદ્યાર્થી અને રાષ્ટ્રના હિતના કાર્યો કરવા હરહંમેશ તત્પર રહો એવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
રિપોર્ટર-અરવિંદ પુરોહિત (વાવ)