રાજકોટ RMCના ઇતિહાસમાં પ્રથમ વાર વિપક્ષ વગરનું રાજ છે. જેમાં મનપામાં વિપક્ષી પદ છીનવાયું છે. તેમજ વિપક્ષી નેતા ભાનુ સુરાણીની કાર અને ઓફિસ છીનવાઈ છે. કુલ 72 કોર્પોરેટરમાંથી 68 ભાજપ કોર્પોરેટર છે. જેમાં કોંગ્રેસના 2 કોર્પોરેટર અને AAPના 2 કોર્પોરેટર છે.
આજે કાર જમા લેવાઇ અને વિપક્ષ કાર્યાલય ખાલી કરાવાયુ છે. જેમાં વિપક્ષી નેતા ભાનુ સુરાણીની કાર અને ઓફિસ છીનવાઈ છે. તેમજ RMCના ઇતિહાસમાં પ્રથમ વાર વિપક્ષ વગરનું રાજ છે. જેમાં મહેશ રાજપૂતે જણાવ્યું છે કે લોકશાહીનું હનન કરાઈ રહ્યું છે. કોંગ્રેસના બે કોર્પોરેટર હોવા છતાં કાર્યાલય લઇ લેવાની વાત છે. લૂંટારાઓ સામે લોકોએ જાગૃત થવાની જરૂરી છે. અમે ઉગ્ર આંદોલન અને ધરણાં કરીશું.
તેમજ અશોક ડાંગરે જણાવ્યું છે કે શિક્ષણ સમીતીના ભ્રષ્ટાચારના કારણે રાજીનામા લીધા છે. ઓફિસ નહીં આપે તો બગીચામાં બેસી કાર્યાલય ચલાવીશું. બિલ્ડરો દ્વારા પ્રેશર કરી કોભાંડ દબાવવાનો પ્રયાસ છે તેમજ ભાનુ સુરાણીએ જણાવ્યું છે. તેમજ અમે ગેરકાયદે બાંધકામને ખુલ્લા પાડ્યા છે.