આણંદના આચાર્ય વિનય પટેલની રાષ્ટ્રપતિના નેશનલ એવોર્ડ માટે પસંદગી થતાં જીલ્લામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
વિનય શશીકાંત પટેલ (આચાર્યશ્રી) શ્રી આર. એફ. પટેલ હાઇસ્કુલ, વડદલા, તા. પેટલાદ, જીલ્લો આણંદના સમર્થ આચાર્ય તરીકે કાર્યકર્તા અને શિક્ષણના સર્વોત્તમ કાર્યો કર્યા હોવાથી પાંચમી સપ્ટેમ્બરના રોજ મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે દિલ્હીમાં નેશનલ એવોર્ડ 2024 પ્રાપ્ત થનાર છે. તેમના શિક્ષણના કરેલા રચનાત્મક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યોની નોંધ લઇ ગુજરાત રાજ્યમાંથી બે જ શિક્ષકો પસંદ થયા છે. જેમાં વિનયભાઈ પટેલ પસંદ થતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આનંદની લાગણી વ્યક્ત થઈ છે.
તેઓ શ્રેષ્ઠ આચાર્ય શ્રેષ્ઠ, રાજ્ય શ્રેષ્ઠ પારીતોષિક આચાર્ય, તેમજ અનેક સંસ્થાઓ સાથે શૈક્ષણિક કાર્યો કરતા હોવાથી તેમની કામગીરીને ધ્યાનમાં રાખી નેશનલ એવોર્ડ માટે પસંદગી થઈ છે. તેમનો મુખ્ય હેતુ કામ કરતા જાવ ફળ એની મેળે મળશે. આવા કર્મયોગી અને કાર્યકુશળ વિનયભાઈ પટેલને પસંદગી થતા ચરોતર પંથક આનંદની લાગણી વ્યાપી છે. તેમના સ્નેહીજનો અને મિત્રોએ શુભેચ્છાની વર્ષા વરસાવી છે. તેઓના પરમ મિત્ર વિપુલ. ડી. પટેલે (મેટ્રો ગાંધીનગર અને સંજોગ ન્યૂઝના લેખક) વર્તમાનપત્રોના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી.