ચંદ્રયાન-3ને લઈ ફરી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં 23 ઓગસ્ટ, 2023 ના રોજ ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતર્યું હતું. હવે ISROના વડાએ ટ્વિટર પર એક વીડિયો જાહેર કરીને આ દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેર કર્યો છે. ISROના વડા ડૉ.એસ.સોમનાથે દેશભરના લોકોને આ ઉજવણીમાં ભાગ લેવા અપીલ કરી છે. ISROના વડાએ કહ્યું કે, આ દિવસે ISRO દ્વારા દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પરંતુ આ ઉજવણી પહેલા ચાલો જાણીએ કે કેવી રીતે ISROના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું ?
National Space Day – 2024
The historic landing of #Chandrayaan3 on the Moon is celebrated as National Space Day every year on August 23.
Dr. S. Somanath, Chairman, ISRO, invites all citizens to participate in these activities and join the nationwide celebrations.#NSpD2024 pic.twitter.com/odtAfy1yTc
— ISRO (@isro) July 22, 2024
ચંદ્રયાન-3ના એ ખતરનાક ઉતરાણની સંપૂર્ણ ઘટના જાણો
ઈસરોએ 23 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 5:20 વાગ્યે ચંદ્રયાન-3ના લેન્ડિંગનું યુટ્યુબ, ફેસબુક અને ઈસરોની સાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કર્યું. લાખો અને કરોડો લોકો તેને જોઈ રહ્યા હતા. જ્યારે ઈસરોના વૈજ્ઞાનિકોએ માહિતી આપી હતી કે, હવે લેન્ડિંગ શરૂ થવાનું છે. લોકો આતુરતાપૂર્વક ISROના સ્ટ્રીમિંગ પરથી નજર હટાવતા ન હતા. લોકો ચાર્ટ અને ગ્રાફ જોઈને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા જે માત્ર વૈજ્ઞાનિકો જ સમજી શકે છે.
ચંદ્રયાન-3 લેન્ડિંગ સાઇટથી 30 કિલોમીટરની ઊંચાઈ અને સપાટીથી 745.6 કિલોમીટર દૂર હતું. અહીંથી ઉતરાણ શરૂ થાય છે. ઉતરાણ ચાર ભાગોમાં વહેંચાયેલું હતું.