અનહેલ્ધી ખાણીપીની અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે નાની ઉંમરના લોકોની પણ આંખોની રોશની કમજોર થવા લાગી છે. જો તમે પણ તમારો મોટાભાગનો સમય મોબાઈલ, કમ્પ્યુટર અને પુસ્તકોની સાથે વિતાવો છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવીશું જેનું સેવન કરવાથી આંખોની રોશની કમજોર નહીં થાય.
હાલના સમયમાં મોબાઈલ અને કમ્પ્યુટર પર સમય વિતાવવો એ સામાન્ય બાબત બની ગઈ છે. અમુક ફૂડ્સ તમે તમારી ડાયટમાં સામેલ કરીને આંખોની રોશનીને મજબૂત બનાવી શકો છો અને આંખને લગતી તમામ સમસ્યા પણ દૂર થશે.
ડ્રાય ફ્રૂટ્સ અને સીડ્સ
આંખોની રોશની તેજ કરવા માટે તમે નટ્સ અને સીડ્સને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. ચિયા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ અને હેમ્પ સીડ્સ બેસ્ટ ઓપ્શન છે. તે ઉપરાંત ઓમેગા-3 ફેડી એસિડ અને વિટામિન ઈથી ભરપૂર ડ્રાય ફ્રૂટ્સ જેમ કે અખરોટ અને બદામનું સેવન પણ આંખો માટે બેસ્ટ છે.
ખાટા ફ્રૂટ્સ
સંતરા, કીવી અને દ્રાક્ષ જેવા ખાટા ફળોનું સેવન કરવું જોઈએ. તેનાથી આંખોની રોશની વધશે તેમજ સ્વાસ્થ્ય પણ સારું રહેશે. તમને જણાવી દઈએ કે, આ ફળોમાં રહેલ વિટામિન સી અને વિટામિન ઈ આંખો માટે ફાયદાકારક સાબિત થાય છે.
માછલી
આંખોની રોશનીને તેજ કરવા માટે માછલીનું સેવન જરૂરથી કરવું જોઈએ. તેમાં રહેલ ઓમેગા-3 ફેટી એસિડ આઈ સાઈટ માટે ફાયદાકારક છે. તમારે પણ ટૂના, સાર્ડિન, મેકેરલ, સાલ્મન અને ટ્રાઉટ જેવી માછલીઓેને ડાયટમાં સામેલ કરવી જોઈએ.
લીલા શાકભાજી
ડાયટમાં લીલા પાંદડાવાળા શાકને સામેલ કરવા જોઈએ. તેનાથી આંખોની રોશની વધશે. ડાયટમાં પાલક, કોલાર્ડ અને બ્રોકલી જેવી શાકભાજી સામેલ કરી શકો છો. તેમજ આ શાકભાજી તમારી હેલ્થ માટે પણ સારા છે.
શક્કરિયા
સ્વીટ પોટેટો પણ આંખની રોશની વધારવામાં મદદગાર છે. તેમાં સામેલ વિટામિન ઈ, બીટા કેરાટીન અને ઘણા જરૂરી એન્ટીઓક્સિડન્ટસ આંખોની રોશનીને તેજ કરે છે તેથી તેનું સેવન જરૂરથી કરવું જોઈએ.