જમ્મુ કાશ્મીરના કુપવાડા સેક્ટરમાં ફરી એક વખત સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. અહીં સેના અને પોલીસે જોઈન્ટ એપરેશનમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. ભારતીય સેવાના સૂત્રોએ જણાવ્યું કે, કુપવાડાના માછિલ સેક્ટરના કુમકરી હ્યહામામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે.
ગુરૂવાર અને શુક્રવારની રાત્રિ દરમિયાન બે આતંકવાદીઓ પાકિસ્તાન સરહદ પરથી ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ત્યાં તૈનાત સૈનિકોએ ઘૂસણખોરોને પડકાર ફેંક્યો હતો અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. આ ગોળીબારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. ઈન્ડિયન આર્મીને કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી.
સર્ચ ઓપરેશ ચાલું
જમ્મુ કાશ્મીર પોલીસના ઈનપુટ પર હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મૃતદેહોને મેળવવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલું છે. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે, હજુ વધુ આતંકવાદીઓની ઘૂસણખોરીની આશંકા છે. આ ઉપરાંત મૃતદેહોને મેળવવા માટે પણ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સામાન્ય લોકોને આ વિસ્તારમાં આવવા પર હાલમાં રોક લગાવી દેવામાં આવી છે.
આ મહિનાની 14 તારીખે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પણ એન્કાઉન્ટર થયુ હતું. આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે અધિકારીઓ અને એક જવાન ઉપરાંત જમ્મુ કાશ્મીર પોલીસના ડીએસપી શહીદ થઈ ગયા હતા.