અલ્હાબાદ હાઈકોર્ટે ગઈકાલે જ્ઞાનવાપીમાં ASI સર્વેને મંજૂરી આપી હતી જેના પગલે આજે થોડીવારમાં જ ASI સર્વે શરુ થશે. આ કારણે વારાણસીમાં હાઈ એલર્ટ છે તેમજ પોલીસનો ચુસ્ત બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
#WATCH | Varanasi, Uttar Pradesh: ASI (Archaeological Survey of India) to conduct a survey of the Gyanvapi mosque complex today; visuals from outside the Gyanvapi premises pic.twitter.com/AiPVDHrzks
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 4, 2023
સુરક્ષા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ
ASIની ટીમ થોડીવારમાં જ વારાણસીમાં જ્ઞાનવાપી સ્થિત સીલ વજુખાને સિવાય બાકીના ભાગોનું સર્વેક્ષણ ફરી શરૂ કરશે. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ જ જિલ્લા અને પોલીસ પ્રશાસને ગઈકાલે ASIના સહયોગ અને સુરક્ષા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જ્ઞાનવાપીમાં સર્વેને જોતા જિલ્લાની પોલીસ અને વહીવટી વિભાગ હાઈ એલર્ટ પર છે. સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ એસ રાજલિંગમે કહ્યું કે કોર્ટના આદેશનો અમલ કરવામાં આવશે. સર્વેમાં ASI ટીમને તમામ પ્રકારનો સહકાર આપવામાં આવશે.
પોલીસ કમિશનરે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી
અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ ASIની ટીમે પોલીસ અને વહીવટી અધિકારીઓનો સંપર્ક કર્યો છે. ASIની ટીમ વારાણસી પહોંચી ગઈ છે. આગ્રા, લખનૌ, દિલ્હી, પ્રયાગરાજ, પટના સહિત અનેક શહેરોના નિષ્ણાતોને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ટીમ પણ સર્વેમાં જોડાશે. આ સંદર્ભે પોલીસ કમિશનર મુથા અશોક જૈને પણ ગઈકાલે જ્ઞાનવાપી કેમ્પસની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પોલીસ કમિશનરે લગભગ ત્રણ કલાક સુધી સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવાની રણનીતિ બનાવી હતી. પોલીસ કમિશ્નરે કહ્યું કે સર્વેમાં કોઈ ગડબડ નહીં થાય. હાઈકોર્ટના આદેશનું પાલન સુનિશ્ચિત કરવામાં આવશે. જ્ઞાનવાપીની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે.
અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે
જ્ઞાનવાપી કેમ્પસના સર્વેની મંજૂરી આપવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચ આ અંગે સુનાવણી કરશે. ગઈકાલે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાના કલાકો બાદ અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદના વકીલ નિઝામ પાશાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો અને તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી હતી, જેમાં સર્વે પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે. હિંદુ પક્ષે પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે અને તેમનો પક્ષ સાંભળ્યા વિના કોઈ આદેશ ન આપવા વિનંતી કરી છે.