હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુકપ્રેક્ષક બની તેને સમર્થન આપી રહી છે. તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઈસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ઘટનાઓ હિન્દુ સમાજ સામે ખતરાની ઘંટી સમાન છે.
બાંગ્લાદેશની વર્તમાન ઘટનાઓના વિરોધમાં હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અમદાવાદમાં વટવા, અમરાઈવાડી નરોડા, આશ્રમ રોડ, ઇસ્કોન ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, ગાંધી આશ્રમ, વિસત ચાર રસ્તા, ઈસનપુર, શાહીબાગ અને બાપુનગર ખાતે ધરણા અને વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સમાજના લોકો, સાધુ સંતો, સમાજના આગેવાનો, યુવાનો બહેનો જોડાયા હતા. ઈસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજી પર રાષ્ટ્રદ્રોહનો ખોટો આરોપ લગાવી, જામીન અરજી ફગાવીને એમને જેલમાં બંધ કરવામાં આવ્યા છે એમને જલ્દી થી જલ્દી મુક્ત કરવામાં આવે અને એના માટે ભારત સરકાર બાંગ્લાદેશ સાથે વાતચીત કરે એવી હિન્દુ હિત રક્ષા સમિતિની માંગ છે.
બાગ્લાદેશમાં ભૂખમરી વખતે ઇસ્કોનનું બહુ મોટું યોગદાન રહ્યું છે જેને આ કટ્ટરપંથી લોકો ભૂલીને એમની ઉપર જ અત્યાચાર કરી રહ્યા છે. હિન્દુ સમાજ એ શાંતિપ્રિય સમાજ છે જે દરેક સાથે હળીમળીને રહેવામાં માને છે. બાંગ્લાદેશની આર્થિક પ્રગતિમાં પણ હિંદુ સમાજનું મોટું યોગદાન છે.
હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પ્રશાસનને આવેદન આપી આ હુમલાઓને રોકવા અને બાંગ્લાદેશના હિન્દુઓના જીવન અને સંપત્તિની સુરક્ષાની માંગ કરવામાં આવી હતી.