નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના અધિકારીઓએ ગઈકાલે જાહેરાત કરી કે લ્યુટિયન્સ દિલ્હીમાં ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ. એપીજે અબ્દુલ કલામ લેન કરવામાં આવ્યું છે. NDMCએ તેના સભ્યોની બેઠકમાં લેનનું નામ બદલવાની મંજૂરી આપી હતી.
દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલએ ગઈકાલે જાહેરાત કરી
મધ્ય દિલ્હીમાં ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ. એપીજે અબ્દુલ કલામ લેન કરવામાં આવ્યું છે. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલએ ગઈકાલે આ જાહેરાત કરી હતી. NDMC સભ્યોની બેઠકમાં આ લેનનું નામ બદલવાની મંજૂરી આપવામાં આવી હતી. NDMCએ ઓગસ્ટ 2015માં ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ એપીજે અબ્દુલ કલામ લેન રાખ્યું હતું. ઔરંગઝેબ લેન મધ્ય દિલ્હીમાં અબ્દુલ કલામ લેનને પૃથ્વીરાજ રોડ સાથે જોડે છે. NDMCના વાઇસ-ચેરમેન સતીશ ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું હતું કે કાઉન્સિલે ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડૉ. એપીજે અબ્દુલ કલામ લેન રાખવાની મંજૂરી આપી છે. લોકોની ભાવનાઓને માન આપીને મહાપુરુષોને ઓળખ આપવાની જરૂર છે. જેના કારણે ભૂતકાળમાં પણ શેરીઓ અને સંસ્થાઓના નામ બદલવામાં આવ્યા છે.
ગઈકાલે વર્સોવા-બાદ્રા સી લિંક તેમજ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નામ બદલાયું
મહારાષ્ટ્રની શિંદે સરકારે મોટો નિર્ણય લેતા મુંબઈના વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલીને વીર સાવરકર સેતુ કરી દીધું છે. આ સાંથે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું નામ પણ બદલવામાં આવ્યું છે અને હવે તે અટલ બિહારી વાજપેયી સ્મૃતિ સેતુ તરીકે ઓળખાશે. આજે રાજ્ય કેબિનેટની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગયા મહિને સાવરકરના જન્મદિવસના દિવસે જાહેરાત કરી હતી કે બાંદ્રા-વર્સોવા સી લિંકનું નામ હિન્દુત્વના વિચારક વીર સાવરકરના નામ પર રાખવામાં આવશે. શિંદેએ એમ પણ કહ્યું હતું કે કેન્દ્રીય શૌર્ય પુરસ્કારની જેમ રાજ્ય કક્ષાના શૌર્ય પુરસ્કારને પણ સ્વાતંત્ર્ય વીર સાવરકરના નામ પર રાખવામાં આવશે