અમદાવાદ ચાંદખેડા મુકામે આણંદ જિલ્લામાં આનંદાલય સ્કૂલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી દીકરી રાગા પટેલને ‘ ભારતમાતા અભિનંદન દિન સમારોહ ‘ માં વિવિધ સ્થાને નૃત્યકલા પ્રદર્શિત કરવા બદલ એવોર્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી.
દીકરી રાગા પટેલે અગાઉ પણ વાઈબ્રન્ટ નવરાત્રી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ખેડાનું ખમીર, ૭૮માં સ્વાતંત્ર્ય પર્વ દિવસની ઉજવણી, સાહિત્ય સંવાદ, રી ઇન્વેસ્ટ ૨૦૨૪ વગેરે જેવા રાજ્ય કક્ષાના અનેક કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, કેબીનેટ મીનીસ્ટર, કલેકટરશ્રી વગેરે અનેક મહાનુભાવો સમક્ષ આજ સુધી પોતાની નૃત્યકલા પ્રદર્શિત કરી ચુકી છે.
રાગા પટેલે ‘ભારતમાતા અભિનંદન દિવસના સમારોહ ‘માં પોતાની કથક નૃત્યકલા શૈલી દ્વારા ગણેશ વંદના રજુ કરીને ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દિધા હતા. કાર્યક્રમના આયોજક શ્રીમતી બીનાબેન પટેલ તથા શ્રી ગુલાબચંદ પટેલ દ્વારા દીકરી રાગા પટેલને રોકડ રકમ આપીને પુરસ્કૃત કરવામાં આવી હતી.
દીકરી રાગા પટેલની નૃત્યની તાલીમ ચરોતરની શાન તથા ગુજરાત ગૌરવ પુરસ્કૃત એવા કથક શાસ્ત્રીય નૃત્યના કલાગુરુ જેઓ નૃત્યની સાથે સાથે સંસ્કાર, ઘડતર, સમાજ સેવા તથા આપણી ભારતીય સંસ્કૃતિના મુલ્યોના બીજ દીકરીઓમાં રોપવાનું કાર્ય છેલા ૩૫ વર્ષથી અવિરત કરી રહ્યા છે. કલાગુરુ શ્રીમતી નમ્રતાબેન શાહે પણ દીકરી રાગા પટેલને અભિનંદન અને આશિર્વાદ પાઠવી પ્રોત્સાહિત કરી હતી.