મુખ્યમંત્રીએ અયોધ્યામાં લગભગ 18 કલાક વિતાવ્યા. ભગવાનની પૂજા-અર્ચના કરીને તેમણે જ્યાં એક તરફ પોતાની આસ્થા અર્પણ કરી ત્યાં બીજી તરફ વિકાસકાર્યોની સમીક્ષા બેઠક કરીને શાસકીય જવાબદારીઓ નિભાવી. તેમણે અયોધ્યાવાસીઓ સાથે પોતાનો સંબંધ જણાવી હનુમાનગઢી પર લોકોનું અભિવાદન કર્યુ. તેમણે અયોધ્યા પ્રવાસની શરૂઆત સંકટ મોચનના દર્શન-પૂજન સાથે કરી. તેમણે હનુમાનગઢીમાં બજરંગબલીના દર્શન કર્યા. સંકટ મોચનના દર્શન કરીને સીએમ યોગીએ સુખી-સ્વસ્થ ઉત્તર પ્રદેશની પ્રાર્થના કરી. જે બાદ મુખ્યમંત્રીએ રામલલાના દર્શન અને આરતી કરી.
રામલલાના દર્શન ઉપરાંત મુખ્યમંત્રીએ રામ મંદિર નિર્માણની પ્રગતિ વિશે જાણકારી મેળવી. ટ્રસ્ટ અને નિર્માણ એજન્સી સાથે જોડાયેલા લોકોએ મુખ્યમંત્રીને મંદિર નિર્માણની પ્રગતિની જાણકારી આપી. સીએમ યોગીએ રામજન્મભૂમિ પરિસરમાં કાર્યરત શ્રમિકોના હાલચાલ પૂછ્યા. દર્શન-પૂજન ઉપરાંત તેમણે સભાગૃહમાં રામનગરીની વિકાસ યોજનાઓની સમીક્ષા કરી.