બાંગ્લાદેશ એરફોર્સનું એક F-7 ટ્રેઇનર ફાઈટર વિમાન આજે બપોરે લગભગ 1:30 વાગ્યે ઢાકાના ઉત્તરીય વિસ્તારમાં આવેલા દિયાબારીમાં દુર્ઘટનાગ્રસ્ત થયું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો. મળતી માહિતી મુજબ આ વિમાન માઇલસ્ટોન કોલેજના ઉત્તર દિશામાં આવેલા કેમ્પસ વિસ્તારમાં તૂટી પડ્યું હતું. ઘટનાની તાત્કાલિક પુષ્ટિ હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટના એક વરિષ્ઠ અધિકારીએ કરી હતી, જોકે તેમણે દુર્ઘટનાના કારણો કે પાઈલટની સ્થિતિ અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપેલી ન હતી.
અનુસંધાન મુજબ, દુર્ઘટના બાદ માઇલસ્ટોન કોલેજના કેમ્પસમાં ધૂમાડાની ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને કારણે વિદ્યાર્થી તથા સ્ટાફમાં દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થતી વિડીયો ક્લિપોમાં પણ આ ધૂમાડો અને સ્થિતિની ગંભીરતા સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને બાંગ્લાદેશ સેનાના અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી.
#Bangladesh Air Force #Chinese built FT-7BGI fighter jet crashes near Milestone College's Uttara campus, #Dhaka. Pilot Killed. https://t.co/hWJDdO29ty pic.twitter.com/ouPCCs4i6C
— IDU (@defencealerts) July 21, 2025
પ્રારંભિક માહિતી અનુસાર એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને ઘણાં લોકો ઘાયલ થયાના અહેવાલો મળ્યા છે, જોકે સંપૂર્ણ જાનહાનિ અને ઇજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા હજુ બહાર આવી નથી. F-7 ફાઈટર જેટ ચીનમાં નિર્મિત એક જૂની પેઢીની વિમાન ટેકનોલોજી ધરાવતું ટ્રેઇનર વિમાન છે, જેનો ઉપયોગ બાંગ્લાદેશ જેવી નાની હવાઈ સેનાઓ શરૂઆતની તાલીમ માટે કરતી હોય છે. હાલ દુર્ઘટનાનું કારણ એન્જિનફેલ, ટેકનિકલ ખામી કે પાઈલટની ભૂલ એવું કંઈ હતું તેની તપાસ સેનાના ઉચ્ચ સ્તરે શરૂ કરવામાં આવી છે.
દુર્ઘટનાના પગલે બાંગ્લાદેશના રક્ષા મંત્રાલયે સમગ્ર ઘટના અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને પાઈલટની સ્થિતિ, વિમાનમાં ટેકનિકલ ખામી કે અન્ય કોઈ આંતરિક સંજોગો અંગે સંપૂર્ણ માહિતી થતી સમગ્ર રિપોર્ટ જાહેર કરવાની સંભાવના છે.