USAના સ્પોકેનમાં ITTF વર્લ્ડ પેરા ઇવેન્ટ્સમાં ESICના આસિસ્ટન્ટ ડિરેક્ટર ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. તેમણે પેરા ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સમાં (વ્હીલચેર ક્લાસ 1-5) સમગ્ર વિશ્વમાં પહેલો નંબર હાંસલ કર્યો છે.
કર્મચારીઓ રાજ્ય વીમા નિગમ (ESIC), પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદના સહાયક નિયામક ભાવિના પટેલે USAના વોશિંગ્ટનમાં સ્પોકેન ખાતે યોજાયેલી બે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ટોચનું સન્માન મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું છે.
9થી 13 ઓગસ્ટ 2025 દરમિયાન ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (ITTF) વર્લ્ડ પેરા એલિટ ઇવેન્ટમાં ભાવિના પટેલે અસાધારણ પ્રદર્શન કર્યું હતું. મહિલા સિંગલ્સ ક્લાસ 4-5 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વિજય વિશ્વની કેટલીક શ્રેષ્ઠ પેરા ટેબલ ટેનિસ ખેલાડીઓ સામે તેમની અસાધારણ કુશળતા, દૃઢ નિશ્ચય અને વ્યૂહાત્મક રમતનું પરિણામ છે.
થોડા દિવસ પહેલાં 6થી 8 ઓગસ્ટ 2025 દરમિયાન સ્પોકેનમાં ITTF વર્લ્ડ પેરા ફ્યુચર ઇવેન્ટમાં ભાવિના પટેલે આ જ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યારબાદ હવે ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં વર્ગ 1થી 5 મહિલા શ્રેણીઓમાં મહિલા સિંગલ્સમાં વિશ્વ રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel