ભારત માટે ગૌરવનો ક્ષણ રહ્યો જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ડગ માંડનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ (Shubhanshu Shukla) 18 ઑગસ્ટે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. જુલાઈમાં અવકાશ મિશન પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફરેલા શુભાંશુએ પીએમ મોદીને સ્પેસ સ્ટેશન પર વિતાવેલા દિવસો, શૂન્ય ગુરુત્વાકર્ષણમાં જીવન અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો સાથેની પોતાની અનુભવોની વિગતવાર વાત કરી. પીએમ આવાસ ખાતે થયેલી આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ તેમના સાહસ અને સિદ્ધિઓ માટે અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે સમગ્ર દેશ તેમની સિદ્ધિઓ પર ગર્વ અનુભવે છે.
दिल्ली: अंतर्राष्ट्रीय अंतरिक्ष स्टेशन (ISS) के लिए Axiom-4 अंतरिक्ष मिशन के पायलट ग्रुप कैप्टन शुभांशु शुक्ला ने कल प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात की और उनसे बातचीत की।
ग्रुप कैप्टन शुभांशु शुक्ला ने कहा, "वहां का वातावरण अलग है। वहां गुरुत्वाकर्षण नहीं है…"#PMModi… pic.twitter.com/zWy5tj4owf
— One India News (@oneindianewscom) August 19, 2025
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “શુભાંશુ શુક્લા સાથે ઉત્તમ વાતચીત થઈ. અમે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં અવકાશના તેમના અદભૂત અનુભવો, વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ભારતની પ્રગતિ અને ગગનયાન મિશનની મહત્વાકાંક્ષા પણ સામેલ હતી.” પીએમ મોદીએ કહ્યું કે, “શુભાંશુની સિદ્ધિઓ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ છે, જે ભવિષ્યના ભારતીય અવકાશયાત્રીઓને પ્રેરણા આપશે.”
Had a great interaction with Shubhanshu Shukla. We discussed a wide range of subjects including his experiences in space, progress in science & technology as well as India's ambitious Gaganyaan mission. India is proud of his feat.@gagan_shux pic.twitter.com/RO4pZmZkNJ
— Narendra Modi (@narendramodi) August 18, 2025
વાતચીત દરમિયાન પીએમ મોદીએ હળવી મજાક સાથે પૂછ્યું કે, “મારું હોમવર્ક કર્યું કે નહીં?” આ પર શુભાંશુએ હસતાં જવાબ આપ્યો કે, “હાં, આપના હોમવર્ક પર ખૂબ સારું કામ થયું છે.” ત્યારબાદ તેમણે ઉમેર્યું કે, “સ્પેસ સ્ટેશન પર બીજા વૈજ્ઞાનિકો મારો મજાક ઉડાવતા કે તારા વડાપ્રધાન તને હોમવર્ક પણ આપે છે.” આ મીઠી ક્ષણ પર બંને વચ્ચે હાસ્યનું વાતાવરણ સર્જાયું.
આ મુલાકાતે માત્ર એક અવકાશયાત્રી અને પ્રધાનમંત્રી વચ્ચેની વાતચીત જ નહીં, પરંતુ ભારતની વધતી અંતરિક્ષ ક્ષમતાઓ અને ભવિષ્યના મિશનો માટે દેશના સંકલ્પને પણ ઉજાગર કર્યો. શુભાંશુ શુક્લાની સિદ્ધિઓ ભારતને વૈશ્વિક અંતરિક્ષ ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવવા તરફનો એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel