ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચિતરંજન ચોકથી વ્યસન મુક્તિ તથા નશાબંધી અભિયાન સાથે એક રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલી શરૂ વિદ્યાનગરનાં ઉપાશ્રયમાં બિરાજમાન જૈન મહારાજ સાહેબ પૂ. સુયશચંદ્રવિજયજી મહારાજ દ્વારા તેમજ મનીષભાઈ કનાડીયાની હાજરીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી .
ભાવનગર શહેર અને ગુજરાતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે બાબતે સરકાર હજુ પણ નહીં જાગે તો સમાજને અને ખાસ કરીને યુવાધનને મોટું નુકસાન થશે તેમાં બેમત નથી… યુવાનો ભણે છે અને વિવિધ જગ્યાએ નોકરી માટે પરીક્ષાઓ આપે છે. પેપરો ફૂટી જાય છે અને લાયક યુવાનોને નોકરી મળતી નથી. હતાશ થાય છે અને ડ્રગ્સ તરફ વળે છે. ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ ઘુસાડવા માટે સ્વર્ગસમાન સાબિત થઈ રહ્યો છે. યુવાઓ આજે બેકારીને કારણે ડ્રગ્સનાં દૂષણનો શિકાર બન્યા છે .૨૦૨૩ ના સત્તાવાર આંકડા મુજબ ગુજરાતમાં ૨૦ લાખ લોકો દ્વારા ડ્રગ્સનું સેવન કરવામાં આવે છે જેમાં ગાંજો, અફીણ, સેડેટીવ્સ, કોકેન અને ફોડીન જેવા ડ્રગ્સ સામેલ છે.
ભાવનગરમાં ધાર્મિક સ્થળો, સરકારી શાળાઓ, બગીચાઓ અને જોગર્સ પાર્કમાં રાત્રે યુવાનોની મહેફિલો જામતી હોય છે જે ચિંતાનો વિષય છે .જેને અનુસંધાને શહેર કોંગ્રેસ દ્વારા ચિત્રંજન ચોક થી એક રેલી કાઢી કલેકટર ઓફિસ પોહચી હતી અને ભાવનગરના યુવા ધન ડ્રગના રવાડે ના ચડે તે માટે નક્કર પગલા લેવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું