પોલીસ અધિક્ષક, ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર.વેકરીયા એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામાં પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી એસ.જી.પટેલ નાઓની સુચના હેઠળ તારીખ ૧૦-૦૬-૨૦૨૫ ના રોજ એલ.સી.બી સ્ટાફના, અ.હેડકો.મહાવીરસિંહ કાળુભા તથા પો.કો. કુલદિપસિંહ જયવંતસિંહ તથા પો.કો.હિરેનકુમાર જયંતીભાઇ તથા પો.કો. કુલદિપસિંહ હેમુભા એ રીતેના પોલીસ માણસો નડિયાદ રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પીપલગ ચોકડી પાસે આવતા અ.હેઙકો. મહાવીરસિંહ કાળુભા તથા પો.કો.કુલદિપસિંહ હેમુભા નાઓને ખાનગી બાતમીદારથી સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, આખડોલ ખાનકુવો વિસ્તાર ખેતરમાં હર્ષદભાઇ વિષ્ણુભાઇ પરમાર નાઓ પોતાના રહેઠાણ મકાનની સામે આવેલ ખુલ્લી જગ્યામા ડાંગરના પુળાની ઘોઇમાં ભારતીય બનાવટના પરપ્રાંતનો વિદેશી દારૂનો જથ્થો રાખી ચોરી છુપીથી ખાનગી રાહે વેચાણ કરે છે. જે માહિતી આધારે સદરહું જગ્યાએ રેઇડ કરતા સદરી જગ્યાએ એક ઇસમ હાજર હોય જે ઇસમનું નામ ઠામ પુછતા પોતાનુ નામ હર્ષદભાઇ વિષ્ણુભાઇ પરમાર રહે. આખડોલ, ખાનકુવો વિસ્તાર, ખેતરમાં તા.નડીયાદ જી.ખેડાનાઓના કબજા ભોગવટામાંથી મળી આવેલ વિદેશી દારૂના બોટલ નંગ-૨૫૨ કિં.રૂા.૨,૫૨,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ રાખી સ્થળ ઉપરથી પકડાઇ જઇ સદરી ઇસમ વિરૂદ્ધમાં નડિયાદ રૂરલ પો.સ્ટે ગુનો રજીસ્ટર કરેલ છે.