ભારતીય જનતા પક્ષ દ્વારા સમગ્ર દેશમાં શરૂ થનાર સદસ્યતા અભિયાનમાં ભાવનગર જિલ્લા ભાજપ સક્રિય રહેશે. અગ્રણીઓની ઉપસ્થિતિ સાથે ભાવનગરમાં ભાજપ સંયુક્ત મોરચાની કાર્યશાળા યોજાઈ ગઈ.
ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજી મકવાણાનાં અધ્યક્ષસ્થાને ભાવનગરમાં સંયુક્ત મોરચાની યોજાયેલ કાર્યશાળામાં કાર્યકર્તાઓને સંગઠન મજબુતીકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રિય અધ્યક્ષ જયપ્રકાશ નડ્ડા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ દ્વારા ભાજપ સદસ્યતા નોંધણી પ્રારંભ થશે.
ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાએ નિષ્ઠાવાન વ્યક્તિઓને સભ્યપદ આપવાં ભાર મૂક્યો.
સંગઠન પર્વનાં સંયોજક હર્ષદભાઈ દવેએ મોરચાવાર ક્રમશઃ હોદ્દેદારો સાથે ચર્ચા કરી તબક્કાવાર સભ્ય નોંધણી કાર્યવાહી અંગે જાણકારી આપી.
ભાજપ મહામંત્રી ચેતનસિંહ સરવૈયાનાં સંચાલન સાથેની આ કાર્યશાળામાં પ્રદેશ યુવા મોરચાનાં મંત્રી નિલેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભિખાભાઈ બારૈયા તથા ગૌતમભાઈ ચૌહાણ અને સંગઠન સહ સંયોજક જ્યોત્સનાબેન ભટ્ટ જોડાયાં હતાં.
કાર્યશાળા પ્રારંભે મહામંત્રી રાજેશભાઈ ફાળકીએ શબ્દોથી સૌનું સ્વાગત કર્યું હતું. આભાર વિધિ મહામંત્રી ભરતભાઈ મેરે કરી હતી.
ભાવનગર જિલ્લા ભાજપ સંયુક્ત મોરચા દ્વારા સક્રિય રહી સભ્ય નોંધણી માટે લક્ષ્યાંક ઉપર જવાં સૌ હોદ્દેદારો દ્વારા નિર્ધાર રહેલો છે, તેમ પ્રવક્તા કિશોર ભટ્ટ તથા પ્રચાર સહ સંયોજક મૂકેશ પંડિતની યાદીમાં જણાવાયું છે.