છેલ્લા ૬૮ વર્ષથી ભાવનગર નાગરિક બેન્ક કાર્યરત છે અને ભાવનગર ના નાનો માણસો માટે આશીર્વાદ રૂપ ગણાતી બેંક છે . છ મહિના પેહલા ભાજપ પ્રેરિત પેનલ ભાવનગર નાગરિક બેંક ની પ્રચંડ વિજય મેળવી બેંક નું મેનેજમેન્ટ હસ્તગત કર્યુ હતું જેના પરિણામ સ્વરૂપ બેન્કે ૨ કરોડ નો નેટ નફો કર્યો છે .
ભાવનગર નાગરિક બેંક દ્વારા સભા સદો ને વાર્ષિક ભેટ કાર્યક્રમ યોજવામાં આવ્યો . છ મહિના ની અંદર જ ભાજપ પ્રેરિત પેનલ દ્વારા ભાવનગર નાગરિક બેંક નો નફો છેલ્લા ૬૮ વર્ષ નોહતો થયો તેટલો લાવી ને બત્વયો છે જેને લઈને બેંક ના સભાસદો , રોકાણકારો અને ગ્રાહકોમાં આનંદ વધ્યો છે .
નવા બોર્ડ ના આગમન પૂર્વે બેંક નું કુલ NPA ૮.૮૫ કરોડ હતું જે ઘટી ને ૭ કરોડ થયેલ છે . બેંકનું નેટ NPA શૂન્ય છે , બેન્કે જૂના NPA એકાઉન્ટમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના માર્ગદર્શન હેઠલ ઝડપી રિકવરી કરી છે . બેંક દ્વારા ૧૦૧ સભાસદોની ૨૪.૨૭ કરોડ જેટલી લોન મંજૂર કરેલ છે .છેલ્લા બે માસ દરમિયાન ડિપોઝિટ ઉપર વ્યાજ દરમાં વધારો કરેલ છે જેને કારણે બેંક ડિપોઝિટ માં ૧ કરોડ ૫૦ લાખ નો વધારો થયો છે .બેંકના ગવર્મેન્ટ સિક્યુરિટીમા રોકાણો ૮૮.૧૦ કરોડના છે . બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ૨૧૧ સભાસદો ને ૧૨,૬૬,૦૦૦/- જેવી માતબાર સહાય મરણોપરાંત શોક સંદેશ સાથે ચૂકાવામાં આવેલ છે .
વર્ષ ૨૦૦૩-૦૪ માં વર્ધમાન કો. ઓપ. બેંક ફડચા માં ગઈ હતી અને રાજ્ય સરકારના સહકાર ખાતા ના આગ્રહથી ભાવનગર નાગરિક બેંક એ વહીવટ સમાભળી ૧૦ કરોડ રૂપિયા જેવી રકમ લિક્વિડીટી સપોર્ટ તરીકે આપેલ હતી પરંતુ વર્ધમાન બેંક શહેર ની અન્ય બે બેંકો ફડચા માં જતા વર્ધમાન બેંક ફડચા માં ગયેલ , જેથી નાણા લેવા મૂશ્કેલ હતા . જે નવી બોડી અને મેનેજમેન્ટ બાદ ટૂંકા જ ગાળામાં બોર્ડ ના ડિરેક્ટર્સ ના સતત પ્રયાસો થી ૨ કરોડ નો ચેક પરત લાવવામાં સફળ થયા હતા .
બાઈટ : સુરેશભાઈ ધાંધલિયા , વાયસ ચેરમેન ભાવનગર નાગરિક બેંક
રિપોર્ટ : સિદ્ધાર્થ ગોઘારી