ભાવનગર પશ્ચિમના ધારસભ્ય જીતુભાઈ વાઘાણીએ પોતના જન્મ દિવસ સમાજ લક્ષી કામો કરી ઉજવ્યો .જન્મદિન નિમિતે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું .
વીઓ: પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ ભાજપા અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના જન્મ દિવસ નિમિતે બુધવારે સવારે ફુલસર ગામ રામાપીરબાપા મંદિરમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ
શહેરની વિવિધ સાત સંસ્થાઓમાં સામાજિક સંસ્થાઓના દિવ્યાંગ બાળકો, વૃધ્ધજનો, રક્તપિત કોલોની વિગેરે સંસ્થાના કુલ 1100 લોકો માટે ભોજન સંભારંભ યોજવામાં આવ્યું હતું તદુપરાંત વાઘાણી પરિવાર તરફથી લોકોને બેતાળા નંબરના ચશ્મા આપવામાં આવ્યા હતા.
શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ અને તાપીબાઈ આર્યુવેદિક હોસ્પિટલના તબીબો મારફત હઠીલા રોગો, વા, સંધિવા, આમવાત, અપચો, અમ્લપિત, કબજિયાત, ચામડીના રોગો તથા એલર્જીના રોગો, બાળ રોગોની વિશેષ આર્યુવેદિક સારવાર તેમજ નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી .
મેડીકલ કેમ્પમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા , મેયર ભરતભાઈ બારડ , ભાજપ શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ , શહેરના શ્રેષ્ઠીઓ,ઉધોગપતિઓ, વેપારીઓ, ડાયમંડ ક્ષેત્રના વેપારીઓ, રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, વિવીધ જ્ઞાતિના આગેવાનો પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા