click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: આજે ભાવનગર નો ૩૦૨મો જન્મ દિવસ ઉજવાયો.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Bhavnagar > આજે ભાવનગર નો ૩૦૨મો જન્મ દિવસ ઉજવાયો.
Bhavnagar

આજે ભાવનગર નો ૩૦૨મો જન્મ દિવસ ઉજવાયો.

ભાવનગરનો ૩૦૨મો જન્મ દિવસ ઊજવામાં આવ્યો ,૩૦૨ વર્ષ પેહલા અખાત્રીજના પવિત્ર દિવસે લીલા તોરણ બાંધી સિહોર થી ગાદી ભાવનગર લાવવામાં આવી હતી .

Last updated: 2024/05/10 at 2:24 પી એમ(PM)
One India News Team
Share
9 Min Read
SHARE

ભાવનગરનો ૩૦૨મો જન્મ દિવસ ઊજવામાં આવ્યો ,૩૦૨ વર્ષ પેહલા અખાત્રીજના પવિત્ર દિવસે લીલા તોરણ બાંધી સિહોર થી ગાદી ભાવનગર લાવવામાં આવી હતી . દર વર્ષે જીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતી ભાવનગર ના આંગણે ત્રણ દિવસે ની ઉજવણી ધામધૂમ થી કરે છે પરંતુ આચાર સહિંતા ના કારણે આ વર્ષે સમિતિ દ્વારા આજ ના દિવસે ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી .

સંવંત ૧૭૭૯ વૈશાખ સુદ ત્રીજના દિવસે ઠાકોર ભાવસિંહજી રતનસિંહજી એ ભાવનગરની સ્થાપના કરી …

તેઓના નામ પરથી ભાવનગર એવું નામ રખાયું . સિહોરથી રાજગાદી બદલી ખંભાતના અખાત ઉપર વડવા ગામ નજીક સ્થળ પસંદ કરવામાં આવ્યું..
આનું કારણ …મરાઠા સરદાર પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમ બા‍ંડે સૌરાષ્ટ્ર પર ચડી આવ્યા …ઘમાસાણ યુદ્ધ થયું અને ખંડણી વગર જ પરત ચાલ્યા ગયા…આથી ભવિષ્યમાં આ તકલીફથી બચવા નવી રાજધાની માટે જગ્યાની પસંદ કરવામાં આવી.

ભાવનગર જૂના રાજ્યમાં રેલવે માર્ગ વાહન વ્યવહાર માટેના ધોરી માર્ગ બ્રિટિશ દરજ્જાના બંદરો એરપોર્ટ રેલવે ટેલિફોન એક્સચેન્જ ટપાલ ખાતું વિશાળ તળાવ પાણીની વ્યવસ્થા જેવા અનેક પ્રશ્નો અહીંયા સુપેરે સંપન્ન થયા છે આપણે સૌ જાણીને આનંદ થશે કે આજ કરતાં પણ વધુ વિકસિત ભાવનગર જૂનું રાજ્ય હતું …

આપણા આજના કહેવાતા રાજકીય આગેવાનો પાસે કોઈપણ પ્રકારની આપણા જિલ્લા માટે કોઠા સુજ નો અભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે..
આજના ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે જૂની વાતોને માત્ર સંસ્મરણ કરીએ અને ભાવ વંદના કરીએ …

ઈ.સ.૧૮૫૧ ટપાલ ખાતાની શરૂઆત કરવામાં આવી

ઇ.સ ૧૮૫૨ પ્રાથમિક શાળા તથા કન્યા શાળાનું નિર્માણ કરવામાં આવ્યું …જે આગળ જતાં ઈ.સ ૧૯૨૨ માં બસોને સોળ પ્રાથમિક શાળાઓ હતી જેમાં કુમાર શાળા અને કન્યા છાત્રાલય કન્યા શાળાઓ અલગ અલગ રીતે હતી.

ઈ.સ ૧૯૪૮ દરબારી પ્રાથમિક શાળાઓ ૩૪૨ અને ગ્રામ સુધારણા ફંડ સંચાલિત ૧૩૨ પ્રાથમિક શાળાઓ હતી

ઇ.સ ૧૮૫૬ માધ્યમિક શાળાઓની સ્થાપના ,એંગ્લો વર્નાક્યુલર શાળાની સ્થાપના
ઈ.સ ૧૮૭૧ માધ્યમિક શાળાઓ મહુવા સિહોર કુંડલા બોટાદ અને તળાજા તે પાંચ પરગણાના શાળાઓની સ્થાપના કરવામાં આવી.

ઇ.સ ૧૮૮૫ ભાવનગર રાજ્યમાં બે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવી

ભાવનગર બંદર ધમધમતું અને વિકસીત બંદર હતુ..

ઇ.સ.૧૮૬૦ બ્રિટિશ બંદરનું દરજ્જો પ્રાપ્ત થયો…

ઇ.સ ૧૮૭૦ જુવાન સિંહજી સંસ્કૃત પાઠ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું

ઈ.સ.૧૮૭૪ માં ટેલિગ્રાફ ઓફિસની શરૂઆત કરવામાં આવી..

ઇ.સ.૧૮૭૨ બી.બી.એન્ડ વઢવાણથી ભાવનગર રેલવે લાઇનનું કામ શરૂ થયું હતું, રેલવે વિરમગામથી વઢવાણ સુધી લંબાવવામાં આવી આ બ્રોડગેજ લાઇન હતી.

ઇ.સ.૧૮૭૭ થી ઇ.સ ૧૮૮૦ ભાવનગર ગોંડલ બોટાદ રેલવે લાઇનનું કામ તથા ભાવનગરથી વઢવાણ ગોંડલ ધોરાજી સુધીનું કામ પૂર્ણ કરવામાં આવેલું.

ઈ.સ ૧૮૮૧ ધોરાજી પોરબંદર રેલ્વે માર્ગ તૈયાર કરાયો એકવીસમી જાન્યુઆરીના રોજ ખુલ્લો મુકાયો

ઇ.સ.૧૮૮૪ સમગ્ર કાઠિયાવાડમાં સૌ પ્રથમ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી ..પૂજ્ય મહાત્મા ગાંધી આ કોલેજના વિદ્યાર્થી રહી ચૂક્યાં છે.

ઇ.સ.૧૮૮૨ માં બાર્ટન લાઇબ્રેરી અને સંગ્રહસ્થાન અસ્તિત્વમાં આવ્યા .

ઇ.સ.૧૮૮૩ માં ગુજરાતી માધ્યમની શાળાઓ ઉપરાંત એક ઉુદુ શાળાની શરૂઆત કરવામાં આવી .

ઈ.સ ૧૮૮૫ સંસ્કૃત વેદ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું,પ્રાચીન ભારતીય ઋષિ સંસ્કૃતિ વેદોનું અધ્યયન માટે …

ઇ.સ.૧૮૯૨ માં ડોક્ટર બરજોરજી ના નેતૃત્વ નીચે સર તખ્તસિંહજી હોસ્પિટલની શરૂઆત કરાઇ હતી.

ઇ.સ ૧૮૮૭-૮૮ દક્ષિણના મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા ભાવનગરની મુલાકાત લીધી હતી.

ઇ.સ. ૧૮૮૮ માં ખેડૂતોને શાહુકારોના ચુંગાલમાંથી મુક્ત કરવા ..તાલુકો ધારી એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો,કાઠીયાવાડ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી..

ઇ.સ ૧૮૯૨ થી આ સંસ્થા સ્વાધ્યાય સંસ્કાર પ્રસાર અને સમાજસેવાની પ્રવૃત્તિ કરે છે આ સંસ્થા હાલમાં થિયોસોફિકલ લોજ તરીકે ઓળખાય છે..

ઇ.સ. ૧૮૯૭ થી ૧૮૯૯ છપ્પનિયા દુષ્કાળ માં રાહત કામની શરૂઆત ભાવનગરથી કરવામાં આવી.. હા સુંદર કામગીરી સમગ્ર મુંબઈ ઇલાકામાં સર્વશ્રેષ્ઠ રહી હતી ..બોર તળાવનું નવીનીકરણ આ જ સમયમાં કરવામાં આવ્યું બોરતળાવની ડિઝાઇન મૈસુર સ્ટેટ શ્રી વિશ્વેશ સુરૈયાજીએ કર્યું વિશ્વે સુરાજી ના નામે અત્યારે ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આવા મહાન એન્જિનિયરે બોરતળાવની ડિઝાઈન બનાવેલી બોરતળાવ માનવ નિર્મિત આડબંધ પાળો બનાવીને બનાવેલું તળાવ છે..
માનવ નિર્મિત સુંદર મજાનું તળાવ છે તળાવના કાંઠે હવા ખાવાનો બંગલો જે આજે સુંદરવાસ નામે ઓળખાય છે તથા એક પાળા પર ભાવ વિલા પેલેસ નું નિર્માણ કરવામાં આવ્યું ….

આયુર્વેદને બળ આપવા આયુર્વેદિક કોલેજની રચના કરવામાં આવી ,સર પ્રભાશંકર પટ્ટણીના નામે સાયન્સ કોલેજની રચના કરવામાં આવી. મહારાજા સર ભાવસિંહજી પોલીટેકનીક કોલેજની રચના કરવામાં આવી.. ભાવનગર યુનિવર્સિટીના નિર્માણ માટે હજારો એકર જમીન આપવામાં આવી.

મહારાણી વિક્ટોરિયાના આગમન સમયે ભાવનગર શહેર મધ્યે વિશાળ જંગલનું નિર્માણ કરવામાં આવ્યું જે આજે વિક્ટોરિયા પાર્કના નામે ઓળખાય છે,ભારતભરમાં સૌ પ્રથમ રક્તપિતના દર્દીઓ માટે વિશાળ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું.

ઇ.સ ૧૯૦૨ માં ભાવનગર દરબાર બેંકની સ્થાપના કરવામાં આવી જે પાછળથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નામથી ઓળખાય છે જે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં મર્જ થયેલ

ઈ.સ.૧૯૧૪ થી ૧૯૧૮ પ્રથમ વિશ્વયુદ્ધમાં સૌને પરિસ્થિતિથી વાકેફ રાખવા સૌપ્રથમ કવિ કાંતના સહાયથી ચોપાન્યુ બહાર પાડવામાં આવ્યું હતું …

ઇ.સ ૧૯૧૮ બે મહત્ત્વના પ્રગતિશીલ પગલાં ભાવનગર રાજ્યે લીધા હતા ભાવનગર મુન્સી પાલીટી સમિતિના સભ્યોની સંખ્યા વધારીને વીસ સભ્યો તથા દસ અધિકારી તથા ૮ અન્ય એમ મળીને કુલ આડત્રીસ સભ્યો ..પ્રજા પ્રતિનિધિ સભાની જાહેરાત કરવામાં આવી.

ઇ.સ ૧૯૦૫ હરિજનો માટે રાજ્ય ખાસ શાળાઓ શરૂ કરી હતી શ્રી અમૃતલાલ ઠક્કર (ઠક્કર બાપા) બળવંતરાય મહેતા દેવચંદભાઇ પારેખ રતિલાલ સામાણી દ્વારા પ્રયાસથી ભાવનગર વરતેજ બોટાદ સાવરકુંડલા વગેરે સ્થળોએ હરિજનો માટે છાત્રાલયો અને સ્કૂલો શરૂ કરવામાં આવી.

ઇ.સ ૧૯૦૬ શેઠ ત્રિભોવનદાસ ભાણજી જૈન કન્યા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી.

ઈ.સ ૧૯૧૦ જૈનોનું પવિત્ર યાત્રાધામ પાલિતાણા માટે સિહોરથી પાલિતાણા રેલ્વે માર્ગ નાખવામાં આવ્યો.

ઈ.સ ૧૯૧૩ બોટાદથી જસદણ રેલવે માર્ગ નાખવામાં આવ્યો

ઇ.સ ૧૯૧૬ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગરની સ્થાપના ના ત્રણ આધારસ્તંભ સમાન નાનાભાઇ ભટ્ટ …શ્રી ગિજુભાઇ બધેકા શ્રી હરભાઈ ત્રિવેદી અા સંસ્થાના ૩ મુખ્ય આધાર સ્થંભ સમાન હતા

ઇ.સ ૧૯૧૮ શ્રી નંદકુંવરબા બાલાશ્રમની સ્થાપના કરવામાં આવી નિરાધાર અને અનાથ બાળકોને ભણાવી,યોગ્ય ઉંમરે પરણાવી સમાજ વ્યવસ્થામાં સ્થિર કરવા ભાવનગર રાજ્ય એ જવાબદારી લીધી.

ઈ.સ ૧૯૨૦ શ્રી ગણેશ વેશંપાયન ડોક્ટર પુરષોતમ કાણે ના પ્રયાસથી પ્રથમ વ્યાયામ શાળા શરૂ થઇ હાલમાં તે ગણેશ ક્રિડા મંડળના નામે ઓળખાય છે .
.
ઇ.સ ૧૯૨૨ ખેડૂત દેવા સમિતિની રચના કરવામાં આવી ખેડૂતોને ઋણ મુક્ત કરવા આ યોજના તળે ખેડૂતોનું રૂપિયા ૮૦ લાખનું દેવું માફ કરવામાં આવ્યું હતું ..

ઇ.સ ૧૯૨૪ કુંડલા તાલુકાના જુના સાવર ગામે ગ્રામ પંચાયતની પ્રથમ શરૂઆત કરવામાં આવી આમ ગ્રામ પંચાયતની શરૂઆત ભાવનગર રાજ્યએ પ્રથમ કરી હતી

ઇ.સ ૧૯૨૪ ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભાવનગર ખાતે યોજાયું હતું

ઇ.સ ૧૯૨૫ ભાવનગર સ્ત્રી કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી શ્રી મુક્તાલક્ષ્મી મહાવિદ્યાલય એની પ્રથમ સ્કૂલ છે

ઇ.સ ૧૯૨૯ માં ગ્રામ પંચાયત અંગેના કાયદાઓ બનાવવામાં આવ્યા…પૂજ્ય મહાત્મા ગાંધીની સૂચનાથી રાષ્ટ્રીય શાળાના આચાર્ય પદ છોડીને ભાઈ શંકર શિહોરી આ કામના પ્રથમ સેવક બન્યા ના ગ્રામ સુધારણા ફંડનો અમલ કરવામાં આવ્યો

ઈ.સ ૧૯૩૨ મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના કરવામાં આવી. અંધ બાળકોને શિક્ષણ દ્વારા સ્વરોજગારી અને જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડતી સંસ્થાનું નિર્માણ જૂના કાઠિયાવાડમાં સૌપ્રથમ ભાવનગરમાં થયું

ઈ.સ.૧૯૩૫-૩૬ સમગ્ર ભારત વર્ષમાં સૌપ્રથમ ટેલિફોન એક્સચેન્જ સ્વયં સંચાલિત શરૂ કરવામાં આવ્યું …૨૦૦ સૌપ્રથમ જોડાણ આપવામાં આવ્યું

ઈ.સ ૧૯૩૮ ભાવનગર ખાતે હવાઇ મથક એરપોર્ટનું નિર્માણ થયું ..

ઇ.સ ૧૯૩૮ લોક શાળાઓ તથા ઉત્તર બુનિયાદી શાળાઓની સ્થાપના શ્રી નાનાભાઇ ભટ્ટ

ઇ.સ ૧૯૩૮ ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને મરનારની સ્થાપના શ્રી મનુભાઇ પંચોળી દર્શક ની સહાયથી શરૂ કરવામાં આવી જે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની શાખા તરીકે આબલા માં ગ્રામ દક્ષિણા મૂર્તિની સ્થાપના થઈ…

ઇ.સ ૧૯૩૯ ઘરશાળા સંસ્થાની સ્થાપના પ્રખર કેળવણીકાર શ્રી હર ભાઇ ત્રિવેદીએ ભાવનગર મુકામે રહેણાંકીય શાળા તરીકે કરી .

ઈ.સ ૧૯૪૩ માં ગ્રામ પંચાયતના કાયદાઓ સુધારીને બનાવવામાં આવ્યા
ઇ.સ ૧૯૩૨ માં બીએસસી સાયન્સ ફેકલ્ટીના વર્ગો શરૂ કરવામાં આવ્યા

ઇ.સ ૧૯૩૯ રાજે પ્રજાની જવાબદાર તંત્રની ધારાસભા આપવાની જાહેરાત કરી

ઇ.સ ૧૯૪૧ માં આઝાદી પહેલા ધારાસભાનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો જે ભાવનગર રાજ્યએ સૌપ્રથમ પહેલ કરી હતી.

ઈ.સ ૧૯૪૭ ભારત આઝાદ થતાં ભાવનગર હિન્દી સંઘમાં તારીખ ૧૫/૦૧/૧૯૪૭ રોજ જોડાયું ..

આમ સૌપ્રથમ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈ ભાવનગર મહારાજા સર કૃષ્ણકુમાર સિંહજીએ ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના વડપણ તળે ભાવનગર રાજ્ય સૌપ્રથમ આપી હિન્દી સંઘને મજબૂત બનાવવાની પહેલ કરી હતી અને પોતાનું રજવાડું સોંપ્યું હતું .

આ હતો ઝલહળતો ભાવનગર નો ઈતિહાસ .

 

 

રિપોર્ટ : સિદ્ધાર્થ ગોઘારી-ભાવનગર

You Might Also Like

વીર સપૂતોને દિવ્ય શક્તિ પ્રદાનાર્થે સેતુબંધ રામેશ્વર તીર્થમાં રામકથા

મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે

રાજપરા ગામે બિરાજમાન મા ખોડિયાર, રાજાના આમંત્રણથી પધાર્યા માતાજી, જાણો રોચક ઈતિહાસ

એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે – મોરારિબાપુ

માંગલધામનો પાટોત્સવ એ હવે ‘પરમઉત્સવ’ બન્યાનું ભાવ દર્શન કરાવતાં મોરારિબાપુ

TAGGED: Bhavnagar, Bhavnagar Janmotsav Samiti, bhavnagar news, Bhavnagar's 302nd birthday, Jeetubhai Vaghani, Thakor Bhavsinghji Ratansinghji

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 10, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભૂમાફિયાઓનું આવી બનશે, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટને હાઈકોર્ટની લીલીઝંડી
Next Article ભાવનગર જિલ્લામાં ગુલિસ્તા મેદાનથી “રન ફોર વોટ”નો પ્રારંભ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પરમાણુ ઊર્જા કાયદામાં થશે ફેરફાર, સરકારની વિચારણા
Gujarat મે 20, 2025
કપડવંજનો ૧૦૦૦ વર્ષ જૂનો સોલંકી યુગનો વારસો નવી પેઢી માટે જળવાશે
Gujarat Kheda મે 20, 2025
શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે “નાટક: દિકરી મારી લાજવાબ” યોજાયું
Gujarat મે 19, 2025
ચૂંટણી પહેલા નીતિશ કુમાર અને ચિરાગ પાસવાનની મુલાકાતથી બિહારના રાજકારણમાં હલચલ, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા
Gujarat મે 19, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?