અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મંગળવારે સરખેજ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાણંદ ક્રોસિંગ નજીક મરિયમ મસ્જિદ સાથે સંકળાયેલા ગેરકાયદેસર બાંધકામને AMCના એસ્ટેટ વિભાગ દ્વારા જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું.
મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં સાણંદ ક્રોસિંગ પાસે આ માળખું કોઈપણ પ્રકારની જરૂરી મંજૂરી વિના ઊભું કરવામાં આવ્યું હતું. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કોર્પોરેશનની ટીમે પોલીસ કાફલાની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી કરી હતી.
કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. AMCની ટીમે બુલડોઝરની મદદથી ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું હતું. સમગ્ર કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી.
AMC Razes Illegal Construction Linked to Mosquehttps://t.co/ltNJ0rrbif pic.twitter.com/mqLuCAkn60
— DeshGujarat (@DeshGujarat) June 30, 2026
સાણંદ ક્રોસિંગ અમદાવાદ માટે મહત્વનો માર્ગ માનવામાં આવે છે. આ રોડ પરથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તરફ જતા વાહનોની ભારે અવરજવર રહે છે. વ્યસ્ત માર્ગની આસપાસ ગેરકાયદેસર દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાનો તંત્રનો દાવો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને AMC દ્વારા રસ્તા અને જાહેર જગ્યા ખુલ્લી કરવાના હેતુથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામો અને રસ્તા પરના દબાણો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન સક્રિય થયું છે. ખાસ કરીને ટ્રાફિકને અસર કરતા વિસ્તારોમાં એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ, કાયદાકીય પ્રક્રિયા અને ત્યારબાદ ડિમોલિશન જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સરખેજ વિસ્તારમાં થયેલી આ કાર્યવાહી પણ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને જાહેર માર્ગો પરથી દબાણો દૂર કરવાની AMCની ઝુંબેશનો ભાગ માનવામાં આવી રહી છે. તંત્રના જણાવ્યા મુજબ, આવનારા સમયમાં પણ ગેરકાયદેસર દબાણો સામે આવી કામગીરી ચાલુ રહેશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel