કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં હાઈકોર્ટે રાહુલ ગાંધીની અરજી કમાવી છે. તેમજ હાઇકોર્ટે જણાવ્યું છે. નીચલી કોર્ટ નિર્ણય કરશે તથા આ રાજકીય બાબતનો મહત્વનો ચુકાદો છે. ત્યારે કોંગ્રેસે જણાવ્યું છે કે અમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીશુ આ મામલે વધુમાં હાઇકોર્ટે જણાવ્યું છે કે હાઇકોર્ટ દખલગીરી ન કરી શકે રાહુલ ગાંધી સામે 10 ક્રિમીનલ ફરિયાદ છે.
જાણો શું હતો મામલો:
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો છે. રાહુલ ગાંધીના વકીલ દ્વારા સુરતની ટ્રાયલ કોર્ટે કટકારેલી સજાને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં અગાઉ સુરતમાં ટ્રાયલ કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ બે વર્ષની સજાના પગલે રાહુલ ગાંધીએ સંસદની સદસ્યતા પણ ગુમાવી હતી. આ આદેશને પડકારતી અરજી પર આજે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ત્યારે અરજી ફગાવામાં આવી છે.
ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ પુરાવા રજૂ કરાયા
ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ પુરાવા રજૂ કરાયા હતા. જેમાં માનહાનિ કેસમાં સુરત કોર્ટે 2 વર્ષની સજા કટકારી હતી જે પછી રાહુલ ગાંધીએ સજા પર સ્ટેની માંગ સાથે HCમાં અરજી કરી હતી. જેના પર આજે ચુકાદો આવી ગયો છે.
2 મેના રોજ રિવિઝન અરજી પર સુનાવણી પૂર્ણ થઈ હતી
રાહુલ ગાંધીના મોદીના નામની બદનક્ષીના કેસમાં 2 મેના રોજ ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની ડિવિઝન બેંચમાં રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર સુનાવણી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી ગુજરાત હાઇકોર્ટે તેનું સમાધાન અનામત રાખ્યું હતું અને હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે ઉનાળાના વેકેશન પછી આ કેસમાં સમાધાન ચૂકવશે. આ સાથે હાઇકોર્ટે સુરત કોર્ટના રેકોર્ડ અને કાર્યવાહી 15મી પહેલા હાઇકોર્ટમાં જમા કરાવવા પણ આદેશ કર્યો હતો.
સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે
રાહુલ ગાંધી વર્ષ 2019માં મોદીના ભાષણ પર ટિપ્પણી કરતા ભાજપના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, રાહુલ ગાંધી વિરુદ્ધ કરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવતા સમગ્ર મામલો સુરત કોર્ટમાં ચાલી રહ્યો હતો. જ્યાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે, જેના કારણે રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ પણ રદ કરવામાં આવ્યું હતું. આ સજાને પડકારતાં રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો જેની સામે રાહુલ ગાંધીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.