જમ્મુ- કાશ્મીરમાં રિયાસી જીલ્લાના કટરા શહેરમાં વરસાદે છેલ્લા 43 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અને આ વખતે સૌથી વધારે વરસાદ થવાના કારણે ભૂસ્ખલનનો ખતરાને ધ્યાનમાં રાખી માતા વૈષ્ણો દેવી મંદિરના નવો માર્ગે તીર્થયાત્રાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
હાલમાં હેલિકોપ્ટર સેવા પણ બંધ કરવામાં આવી છે
ખરાબ હવામાનના કારણે મંદિરમાં જવા માટે હાલમાં હેલિકોપ્ટર સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ બાબતે માહિતી આપતાં અધિકારીઓએ બુધવારે કહ્યુ હતું કે, તીર્થયાત્રી ત્રિકુટા પહાડોની ઉપર આવેલા મંદિર સુધી જવા માટે જુના રસ્તાથી પહોચી શકશે.
વર્ષ 1980 બાદ આ વખતે સૌથી વધારે વરસાદ પડ્યો છે.
માતા વૈષ્ણો દેવી મંદિર બોર્ડના મુખ્ય અધિકારીઓ (CEO) અંશુક ગર્ગે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે, ભૂસ્ખલનના ખતરાના કારણે નવા રસ્તા પર યાત્રા કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, આ સિવાય યાત્રા માટે જુના રસ્તા યાત્રાળુ યાત્રા કરી શકશે હાલમાં આ રસ્તો ચાલુ છે. માતા વૈષ્ણો દેવી મંદિર જનારા યાત્રાળુઓના આધાર શિવિર કટરામાં 24 કલાકમાં 315.4 મિમી વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક અધિકારીએ માહિતી આપી હતી કે આ 1980 પછી સૌથી વધારે વરસાદ પડ્યો છે. 31 જુલાઈ 2019ના રોજ કટરામાં 292.4 મિમી વરસાદ નોંધાયો હતો.