અમેરિકાના ન્યુયોર્કમાં રહેતા ભારતીયો માટે સારા સમાચાર આવ્યા છે, અમેરિકાના ન્યુયોર્કમાં અનેક ગુજરાતી અને ભારતીયો રહે છે, જેના કારણે હિંદુઓના સૌથી મોટા તહેવાર દિવાળીમાં સ્કૂલમાં રજા રાખવામાં આવશે. ન્યુયોર્કના મેયરે આ મોટી જાહેરાત કરી છે. ન્યુયોર્કમાં હજારો ભારતીયો દિવાળીની ઉજવળી કરે છે.
USના પેન્સિલવેનિયામાં દિવાળીની રજા રહેશે
દિવાળીનો તહેવાર દૂનિયામાં ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, દિવાળી વિશ્વના અન્ય દેશોમાં પણ ખૂબ જ લોકપ્રિય અને ઉજવવામાં પણ આવે છે. બીજી તરફ લોકોના ઉત્સાહને જોતા અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં દિવાળી પર રજા જાહેર કરવામાં આવી છે.
વાઈટ હાઉસમાં પણ દિવાળીની ઉજવણી
વર્ષ 2022માં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ દિવાળીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. દિવાળીની રજા વિશે માહિતી સેનેટર નિકિલ સાવલે ટ્વીટ કરીને આપી હતી.
પેન્સિલવેનિયાના લોકો વતી આભાર
સેનેટર નિકિલ સાવલે ટ્વીટ કર્યું કે દિવાળીની રજાનું બિલ સેનેટ દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું છે. આ ટ્વીટમાં આગળ લખ્યું કે દિવાળીની ઉજવણી કરનારા પેન્સિલવેનિયાના લોકો વતી આભાર.
દિવાળી પર રજાની જાહેરાત
આ માટે સેનેટર નિકિલ સવાલે પણ સેનેટરોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ બિલ પાસ કરાવવામાં સેનેટર રોથમેન સાથે જોડાઈને હું સન્માનિત અનુભવું છું. મીડિયા દ્વારા જાણવા મળ્યું કે પેન્સિલવેનિયાના સેનેટર્સ ગ્રેગ રોથમેન અને નિકિલ સાવલે ફેબ્રુઆરીમાં દિવાળીને રાજ્યની રજા તરીકે જાહેર કરવા માટે એક બિલ રજૂ કર્યું હતું.