1 જુલાઈ 2025ના રોજ IRCTC અને CRIS (Centre for Railway Information Systems)ના સહયોગથી ઓફિશિયલ રીતે લોન્ચ થયેલી RailOne એપ હવે રેલ મુસાફરો માટે એકમાત્ર અને સંપૂર્ણ ડિજિટલ બની ગઈ છે.
આ અગાઉ તમારે ટિકિટ બુકિંગ, લાઈવ ટ્રેન સ્ટેટસ, ફૂડ ઓર્ડર, ફરિયાદો કે પ્લેટફોર્મ ટિકિટ માટે અલગ અલગ એપ્સ (જેમ કે Rail Connect, NTES, UTS, Food on Track, Rail Madad) ડાઉનલોડ કરવાની જરૂર પડતી હતી. હવે એ બધું RailOne માં એકસાથે મળી રહ્યું છે.
RailOne એપની મુખ્ય ખાસિયતો:
🔹 ટ્રેન ટિકિટ બુકિંગ – નોર્મલ, તત્કાલ, પાર્ટી બુકિંગ વગેરે.
🔹 Tatkal માટે Auto-Fill ફીચર – ઝડપથી ટિકિટ બુક કરવા માટે ઉપયોગી.
🔹 Live Train Tracking & PNR Status – રીઅલટાઈમ માહિતી મળશે.
🔹 ફૂડ ઓર્ડર – ટ્રેનમાં બેઠા બેઠા IRCTC પર પ્રમાણિત રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મંગાવી શકો.
🔹 Platform Ticket અને UTS Tickets – અનરિઝર્વ્ડ મુસાફરી માટે પણ ટિકિટ મેળવી શકો.
🔹 શિકાયત નિવારણ (Rail Madad) – ખરાબ સેવા, સફાઈની ફરિયાદો અહીંથી જ કરી શકાય.
🔹 ટ્રાવેલ ઈન્શ્યોરન્સ, મલ્ટી પેમેન્ટ ઓપ્શન્સ – BHIM, UPI, કાર્ડ, નેટ બેંકિંગ.
🔹 Freelancers અને B2B લોજિસ્ટિક્સ સેવા – ટ્રાન્સપોર્ટ બિઝનેસ માટે પણ લાભદાયી.
RailOne એપ કેવી રીતે ઇન્સ્ટોલ અને ઉપયોગ કરવી:
-
Google Play Store અથવા Apple App Store પર જઈને “RailOne” શોધો.
-
એપ ઇન્સ્ટોલ કરો અને તમારું IRCTC ID વડે લોગિન કરો (જો ન હોય તો નવા યુઝર તરીકે રજીસ્ટર કરો).
-
હવે હોમપેજ પરથી તમારી જરૂરિયાત પ્રમાણે વિવિધ ફીચર્સ – ટિકિટ બુકિંગ, ટ્રેન સ્ટેટસ, ફૂડ ઓર્ડર, વગેરેનો ઉપયોગ કરો.
નવા યુઝર્સ માટે ફાયદાકારક શું છે?
-
ઇન્ટરફેસ સરળ અને યુઝર-ફ્રેન્ડલી છે.
-
એકજ પ્લેટફોર્મ પરથી તમે મુસાફરી પહેલાં, દરમિયાન અને પછીની તમામ જરૂરિયાતો પુરી કરી શકો છો.
-
હવે સમય, મેમરી અને ઈન્ટરનેટનો બચાવ – અલગ-અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel