કોલકાતા ગેંગરેપ કેસે વધુ એક ચોંકાવનારો વળાંક લીધો છે, જ્યારે મનોજીત મિશ્રા સામે વધુ એક વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે કે બે વર્ષ અગાઉ કોલેજ ટ્રિપ દરમિયાન તેણે તેના પર શારીરિક શોષણ કર્યો હતો. વિદ્યાર્થીનીએ જણાવ્યું કે તે સમયે મનોજીત મિશ્રા સતત તેને અડપલાં કરી રહ્યો હતો, અને જ્યારે તેણે તેનું વિરોધ કર્યું તો તેણે મારપીટ કરી હતી અને માફક ન આવનાર ધમકીઓ આપી હતી — જેમાં પીડિતાની સાથે તેના માતા-પિતા અને બહેનને પણ જાનથી મારી નાખવાની ધમકી શામેલ હતી.
વિદ્યાર્થીનીએ વધુમાં જણાવ્યું કે જ્યારે તે પોલીસ ફરિયાદ કરવા ઈચ્છતી હતી ત્યારે મનોજીતના રાજકીય સંબંધો અને તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અશોક દેવના સહયોગના કારણે તે ડરીને ચૂપ રહી ગઈ હતી. મનોજીત મિશ્રા તૃણમૂલના હિતધારક અને કોલેજની ગવર્નિંગ બોડીનો પ્રભાવશાળી સભ્ય હોવાને લીધે અનેક વિદ્યાર્થીઓ ડર અને દબાણ હેઠળ રહી રહ્યા છે.
પીડિતાએ દાવો કર્યો છે કે તે એકમાત્ર શિકાર નથી, પરંતુ તેની સાથે સાથે અન્ય 15 વિદ્યાર્થીનીઓ પણ મનોજીતના શોષણનો ભોગ બની છે. તેમ છતાં, કોઈને હિંમત નથી કે તેની વિરુદ્ધ ખુલ્લેઆમ અવાજ ઉઠાવી શકે, કારણ કે કોલેજમાં મનોજીતનો ડર એવો છે કે છોકરીઓ તેને જોઈને રસ્તો બદલી નાખે છે. તેને ખુલ્લેઆમ ધમકીઓ આપવાની પણ આદત છે અને તેના નેટવર્કના કારણે પહેલા કરાયેલી પોલીસ ફરિયાદ પણ દબાવી દેવામાં આવી હતી.
મનોજીતની ગુસ્સાની અને હિંસક સ્વભાવની પુષ્ટિ એ ઘટનાથી પણ થાય છે જેમાં તેણે એક એટીએમમાં સુરક્ષા ગાર્ડ સાથે ઝઘડો કર્યો હતો. ગાર્ડે જ્યારે તેને સિગારેટ પીતો અટકાવ્યો ત્યારે તેણે ગાર્ડ પર હુમલો કર્યો અને પોલીસ બોલાવવા છતાં પણ મનોજીત અહંકારભર્યું વર્તન કરી હતો. વધુમાં, તેણે ઘટનાસ્થળે આવેલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને પણ માર માર્યો હતો, જે તેની અણઘડતાનું જીવંત ઉદાહરણ છે.
આ કેસ હવે માત્ર એક વ્યક્તિ વિરુદ્ધ આરોપનો નહિ પણ સમગ્ર તંત્ર, રાજકીય દબાણ અને ગુનાખોરીના જાળના ચિતારરૂપ છે. મનોજીત મિશ્રાની ધરપકડ અને ન્યાયિક તપાસ હવે તાત્કાલિક અને બિનપક્ષપાતી રીતે થવી જરૂરી છે જેથી પીડિતાઓને ન્યાય મળી શકે અને ભવિષ્યમાં આવા શોષણ માટે કોઇ હિંમત ન કરે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel