click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બિહાર કોંગ્રેસે ફરી પીએમ મોદીનાં માતાનું કર્યું અપમાન, AI વિડીયો બનાવી ઉડાવી મજાક
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બિહાર કોંગ્રેસે ફરી પીએમ મોદીનાં માતાનું કર્યું અપમાન, AI વિડીયો બનાવી ઉડાવી મજાક
Gujarat

બિહાર કોંગ્રેસે ફરી પીએમ મોદીનાં માતાનું કર્યું અપમાન, AI વિડીયો બનાવી ઉડાવી મજાક

ઘૃણાસ્પદ વિડીયોને લઈને ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાનું અપમાન કરી રહી છે. તેમણે કહ્યું, “આ હવે ગાંધીની કોંગ્રેસ નથી રહી, આ ‘ગાળો આપનારાઓની કોંગ્રેસ’ બની ગઈ છે.”

Last updated: 2025/09/12 at 5:58 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

બિહારના દરભંગામાં રાહુલ ગાંધીની ‘વોટ અધિકાર યાત્રા’ દરમિયાન બનેલી વિવાદાસ્પદ ઘટનાના થોડા જ દિવસોમાં કોંગ્રેસ ફરી એકવાર ઘોર વિવાદમાં સપડાઈ છે. ત્યારે મંચ પરથી રિઝવી ઉર્ફે રાજા નામના વ્યક્તિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે દેશભરમાં ભારે નારાજગી ફેલાઈ અને પોલીસને આરોપીને ઝડપી લેવા પડ્યા. પરંતુ આ ઘટનાની અસર ઓછી પણ થઈ નથી કે હવે બિહાર કોંગ્રેસે પોતાની સત્તાવાર એક્સ હેન્ડલ પરથી વધુ એક વિવાદિત AI જનરેટેડ વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરીને તેમની માતા અંગે અભદ્ર સંદેશો પ્રસારિત કરવામાં આવ્યા છે, જે રાજકીય નૈતિકતાના તમામ ધોરણોને તોડી નાખે છે.

साहब के सपनों में आईं "माँ"

देखिए रोचक संवाद 👇 pic.twitter.com/aA4mKGa67m

— Bihar Congress (@INCBihar) September 10, 2025

આ વિડીયોમાં મોદીનાં AI મોડેલને બોલાવતા બતાવવામાં આવ્યું છે કે, “આજની વોટ ચોરી ડન થઈ ગઈ, હવે જાઉં છું સૂવા માટે.” ત્યારબાદ તેમાં તેમની માતાનું પાત્ર દેખાડવામાં આવ્યું છે, જે સ્વપ્નમાં આવીને કહે છે કે, “અરે બેટા, પહેલાં નોટબંધી વખતે મને લાંબી લાઇનમાં ઊભું રાખ્યું, મારા પગ ધોવાની રીલ બનાવી અને હવે મારા નામે રાજનીતિ કરે છે. મારા અપમાનના બેનર-પોસ્ટર છપાવીને ફરી નાટક કરવાનું શરૂ કર્યું છે. રાજનીતિના નામે કેટલું નીચે ઉતરીશ?” આ પ્રકારની અસંવેદનશીલ અને ઘૃણાસ્પદ રજૂઆત સામે ભાજપે કડક પ્રતિક્રિયા આપી છે.

ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ આ વિડીયોને લઈને કહ્યું કે કોંગ્રેસ હવે “ગાંધીની કોંગ્રેસ” નથી રહી, પરંતુ “ગાળો આપનારાઓની કોંગ્રેસ” બની ગઈ છે. તેમણે એક્સ પર સ્પષ્ટ લખ્યું કે વડા પ્રધાનની માતાને સતત નિશાન બનાવવું કોંગ્રેસની રાજનીતિનું નવું હથિયાર બની ગયું છે. પૂનાવાલાએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસ માત્ર આરોપીઓનું જ બચાવ કરતી નથી, પરંતુ પોતાના નેતાઓની અભદ્ર ભાષાને પણ સમર્થન આપે છે.

Far from having remorse For abusing PM’s Mother

Congress not only justified
Defended the accused with lies
Tariq Anwar too defended

And now Bihar Congress crossed all limits with a disgusting video

This party has become GAALIWADI instead of Gandhiwadi

Mahila aur Maatru… https://t.co/i5lhmrw0F7 pic.twitter.com/HG8efjxQQd

— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) September 11, 2025

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસે એક વખત ફરી વડા પ્રધાનની દિવંગત માતાની મજાક ઉડાવી છે. તેમણે એક્સ પર લખ્યું કે, “કોંગ્રેસનો શાહી પરિવાર ભારતની માતાઓ અને બહેનોનું અપમાન કરી રહ્યો છે. આ માત્ર રાજકીય અણજાણ નથી, પરંતુ ગરીબો અને સામાન્ય જનતા પ્રત્યે કોંગ્રેસની નફરતનું ખુલ્લું પ્રદર્શન છે.” તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ મહિલા વિરોધી છે અને ગરીબોની ભાવનાઓનો મજાક બનાવવામાં તેને શરમ પણ નથી આવતી.

On the instruction of Rahul Gandhi, Congress party has mocked Honorable PM @narendramodi Ji's late mother.

Few days back Congress had abused PM Narendra Modi's late mother.

Congress's "Shahi Parivar* is insulting mothers and sisters of Bharat.

It's not just insensitive, it's… https://t.co/6Tebpthj0G pic.twitter.com/XFLDb70BXG

— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) September 11, 2025

આ સમગ્ર મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પણ દુખ વ્યક્ત કર્યું હતું. દરભંગાની ઘટનાના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, “મારી માતા હવે આ દુનિયામાં નથી. તેમનો રાજનીતિ સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી તેમને ઘૃણાસ્પદ ગાળો આપવામાં આવી. આ અત્યંત પીડાદાયક અને વ્યથિત કરનારું છે.” પરંતુ વિરોધ છતાં કોંગ્રેસે પોતાની હરકતમાંથી કોઈ પાઠ શીખ્યો નથી અને હવે AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને અપમાનજનક સામગ્રી પ્રસારી છે.

આવો વિડીયો માત્ર રાજકીય અણજાણ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને માતૃશક્તિના સન્માન પર સીધો આઘાત છે. દેશની પરંપરામાં માતાને પૂજ્ય સ્થાન આપવામાં આવે છે, ત્યારે એક રાષ્ટ્રીય પાર્ટી દ્વારા આવો અભદ્ર વિડીયો બનાવવો અને ફેલાવવો એ સમાજમાં ઘૃણા અને અસંતોષ ફેલાવવાનો જ પ્રયાસ ગણાય. નિષ્ણાતોનું માનવું છે કે આ કોંગ્રેસની રાજકીય હતાશા અને દેવાળિયાપણું દર્શાવે છે. રચનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવાની જગ્યાએ જો પાર્ટી વડા પ્રધાનની દિવંગત માતાને નિશાન બનાવી રહી હોય, તો એ સાબિત કરે છે કે કોંગ્રેસ પાસે ના વિઝન છે, ના જનતાની સમસ્યાઓનો ઉકેલ આપવાની ક્ષમતા.

આ ઘટના એ પણ સાબિત કરે છે કે કોંગ્રેસ પોતાની ઓળખ ‘ગાંધીવાદી’ તરીકે નહીં, પરંતુ ‘ગાળોવાદી’ તરીકે મજબૂત કરી રહી છે. દેશની મહિલાઓ અને ગરીબ વર્ગ પ્રત્યે આટલી અસંવેદનશીલતા દર્શાવવી માત્ર નૈતિક પતન જ નહીં, પરંતુ ભારતીય લોકશાહી માટે પણ ચિંતાજનક છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: AI video, AI વિડીયો, Bihar, Bihar Congress, breakingnews, CM Gujarat, Congress, gujarat, gujarati news, Narendra Modi, news channel in india, oneindianews, pm modi, Rahul Gandhi, topnews, topnewschannelinindia, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પીએમ મોદી, પીએમ મોદીનાં માતા, પ્રદીપ ભંડારી, બિહાર કોંગ્રેસ, ભાજપ, ભાજપ નેતા, ભાજપ સરકાર, રાહુલ ગાંધી, વોટ અધિકાર યાત્રા, શહઝાદ પૂનાવાલા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 12, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘હિન્દુ – મુસ્લિમ બંને અધિકારીઓ હોય તેવી SIT રચો’, અકોલા રમખાણ મામલે પોલીસને સુપ્રીમનો આદેશ
Next Article કંડલાથી મુંબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડ્યું, સદનસીબે સુરક્ષિત લેન્ડિંગ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?