સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયાં છે. દૂધ, ન્યૂઝ પેપર જેવી રોંજિંદી ચીજ-વસ્તુઓ પર ભારે અસર વર્તાઇ રહી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ ગઇકાલથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે. મધરાતે કચ્છના બંદર પર તો વિશાળ વહાણ પણ પલટી ગયું હતું. ‘બિપરજોય’ વાવાઝોડાએ કચ્છવાસીઓને 25 વર્ષ જૂની કંડલા વાવાઝોડાની યાદ અપાવી દીધી છે.
Delhi | Two people died before landfall. There were no casualties after landfall. 24 animals have also died. 23 people have sustained injuries. Electricity supply has been interrupted in about a thousand villages. 800 trees have fallen. It is not raining heavily anywhere except… pic.twitter.com/QCqhv791yL
— ANI (@ANI) June 16, 2023
અનેક લોકો પાણીમાં ફસાયા
વાવાઝોડાને પગલે કચ્છમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. માંડવી અને લખપતમાં અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કમરસુધી પાણી ભરાઇ જતાં લોકો ઘરોમાં ફસાઇ ગયા છે. NDRFની ટીમ ફસાયેલા લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળે મોકલી રહી છે. ભુજ શહેરમાં ઠેર ઠેર વીજપોલ અને સંખ્યાબંધ વૃક્ષો પણ જળમુળથી ઉખડી ગયા છે. તો બીજી તરફ જખૌ મરીન પોલીસમાં ફરજ બજાવતાં પી.એસ.ઓ અનિલ જોષીનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મોત થતાં પોલીસબેઠામાં શોક વ્યાપ્યો છે.
#WATCH मांडवी: अरब सागर में #cyclonebiparjoy के प्रभाव के कारण गुजरात में तेज हवाओं और बारिश के साथ-साथ समुद्र में ऊंची-ऊंची लहरें उठ रही हैं। लोगों को तटों पर जाने से मना किया गया। pic.twitter.com/WQJV93Z1c4
— ANI_HindiNews (@AHindinews) June 15, 2023
જામનગરમાં 958 ફિડરો, 1255 વીજપોલ અને 40 ટીસી ક્ષતિગ્રસ્ત
જામનગર જિલ્લામાં બિપરજોય વવાઝોડાના પરિણામે ભારે પવન અને વરસાદના પરિણામે વીજ વિક્ષેપ ઊભો થયો છે. તે પૂર્વવત કરવા પીજીવીસીએલની ટીમો એક્શન મોડમાં છે. હાલ જામનગર જિલ્લામાં પીજીવીસીએલની 119 ટીમો કાર્યરત છે. ભારે પવનના પરિણામે જિલ્લામાં 958 ફિડરો, 1255 વીજપોલ અને 40 ટીસી ક્ષતિગ્રસ્ત થયા છે. જેમાંથી તાત્કાલિક ધોરણે 414 ફિડરો, 221 વીજપોલ અને એક ટીસી કાર્યરત કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના 367 ગામડાઓમાં વીજ પૂરવઠો પૂર્વવત કરાયો છે. જ્યારે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે 226 ગામડાઓમાં વીજ સપ્લાય બંધ કરવામાં આવી છે. જેથી કરીને કોઈ નુકશાની તેમજ જાનહાનિ ન થાય. બાકીની જે જગ્યાઓ પર વીજ વિક્ષેપ ઊભો થયો છે, ત્યાં પીજીવીસીએલની ટીમો સતત કાર્યરત છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં 1 ટીસીમાં જે નુકશાન થયું હતું તે તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવ્યું છે. પીજીવીસીએલની 119 ટીમો દ્વારા જે જગ્યાઓ પર વીજ પુરવઠો ખોરવાયો છે ત્યાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.
कच्छ की खाड़ी से लगते हुए जितने भी ज़िले हैं जैसे पोरबंदर, जामनगर,राजकोट और देवभूमि द्वारका आदि में चक्रवात का सबसे ज्यादा प्रभाव देखने को मिलेगा। लैंडफॉल आज शाम 6 बजे के बाद से लेकर आधी रात तक जारी रहेगा। लैंडफॉल मांडवी और कराची के बीच जखाऊ पोर्ट के आसपास पश्चिम में होगा: IMD के… pic.twitter.com/idjx354jP3
— ANI_HindiNews (@AHindinews) June 15, 2023
किसी भी प्रकार की जनहानि की सूचना नहीं मिली है। किसी पशु की भी मृत्यु नहीं हुई है। पेड़ गिरने की सूचना मिली है। कच्छ में करीब 5-6 बजे तक परिस्थिति अच्छी होने लगेगी। आज पूरे गुजरात में तेज हवाएं और भारी बारिश भी हो सकती है। राजस्थान में भी बारिश हो सकती है: गुजरात के स्वास्थ्य… pic.twitter.com/xI04L7iPEK
— ANI_HindiNews (@AHindinews) June 16, 2023
1998 કરતાં પણ પરિસ્થિતિ ખરાબ
માંડવીના સ્થાનિક શિવાભાઇ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, તોફાની પવન અને અતિભારે વરસાદના કારણે આખી રાત ઊંઘી શક્યા નથી. હજી પણ પરિસ્થિતિ ભયાનક છે, નુકસાન પણ ઘણું થયું છે. હોર્ડિંગ્સ, પતરાં, વૃક્ષો અને વીજપોલ પડી ગયાં છે. 1998ના વાવાઝોડા સમયે હું 4 વર્ષનો હતો મને એ સીન પણ યાદ છે. પરંતુ આ વખતની પરિસ્થિતી તેનાથી પણ ખરાબ છે. માંડવીના બાબા વાડી વિસ્તારમાં વ્યાપક પાણી ઘૂસી જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. જેમને NDRFની ટીમે સફળ રેસ્ક્યૂ કર્યું હતું. તો પોરબંદરમાં ભારે વરસાદના કારણે સ્થાનિકો પાણીમાં ફસાયા હતા. NDRFની ટીમે સફળ રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.
#WATCH | Gujarat: Strong winds and heavy rain lash Mandvi as 'Biparjoy' approaches Gujarat coast to make landfall today evening. pic.twitter.com/dCrp10RPlg
— ANI (@ANI) June 15, 2023
टीमें निचले इलाकों का जायजा ले रही हैं। राहत कार्य किए जा रहे हैं। शाम 4-8 बजे तक इसका असर सबसे ज्यादा रहेगा। चक्रवात के लिए हमें अलग तरह से तैयारी करनी पड़ती है। इसमें कटिंग का काम ज्यादा होता है: अनुपम, डिप्टी कमांडेंट, एनडीआरएफ, गांधीनगर pic.twitter.com/HKBOoNZpRT
— ANI_HindiNews (@AHindinews) June 15, 2023
23 people were injured and 24 animals died due to cyclone 'Biparjoy' in Gujarat. 2 human lives were lost before the cyclone made landfall: NDRF pic.twitter.com/yMtbJmOYvQ
— ANI (@ANI) June 16, 2023
કાલાવડની 108 એમ્બ્યુલન્સ ટીમની સતર્કતા
108 એમ્બ્યુલન્સ ટીમ સગર્ભા દર્દીને કાલાવડ સી.એચ.સી.સુધી લઈને આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું અને માર્ગ બંદ થયો હતો. 108 એમ્બ્યુલન્સ ટીમના ઇ.એમ.ટી. પરેશભાઈ શંખલા અને પાયલોટ ગિરિરાજસિંહ જાડેજાએ સમયસૂચકતા વાપરી 108ના ફરજ પરના સ્ટાફે જાતે જ એ વૃક્ષને કાપી રસ્તો ખુલ્લો કરી તાત્કાલિક મહિલાને હોસ્પિટલ પહોંચતા કરી સુપેરે પોતાની ફરજનિષ્ઠા બજાવી હતી.
છેલ્લા 24 કલાકથી વીજળી ગુલ
કચ્છમાં માંડવી, નલિયા, નારાયણ સરોવર, જખૌ બંદર, મુન્દ્રા અને ગાંધીધામ સહિતના વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતાં ઓખા અને માંડવીમાં છેલ્લા 24 કલાકથી વીજળી ગુલ છે, જેને લઇને લોકોની ઉપાધિમાં વધારો થયો છે. જોકે, સદનસીબે હજી જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી.
#WATCH गुजरात: कच्छ में चक्रवात बिपरजॉय का प्रभाव देखने को मिल रहा है। शहर में तेज़ हवाएं चल रही हैं। चक्रवात के प्रभाव से पेड़ उखड़ गए। #CycloneBiporjoy pic.twitter.com/x1w7PxQR3G
— ANI_HindiNews (@AHindinews) June 16, 2023
મુખ્યમંત્રીએ વાવાઝોડાની સમીક્ષા કરી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 વાગ્યે સ્ટેટ ઇમર્જન્સી સેન્ટર ખાતે સમીક્ષા બેઠક કરી હતી. મળતી માહિતી મુજબ આ બેઠક બાદ વાવાઝોડાની તમામ ગતિવિધિઓ અંગે વડાપ્રધાનને વાકેફ કર્યા હતા. આગામી 48 કલાકમાં હવાઈ નિરીક્ષણ કરી વાવાઝોડાની સ્થિતિનો તાગ મેળવી શકે છે. ભુજ સ્થિત કંટ્રોલ રૂમ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, એનડીઆરએફના જવાનો અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાથી થયેલ અસરોની સમીક્ષા કરાઇ હતી.
વાવાઝોડામાં માનવમૃત્યુની હજુ ઘટના સામે આવી નથી
રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, સાઇક્લોનની આંખ પાકિસ્તાન તરફ ટચ થવાની પ્રક્રિયા શરૂ થઈ છે. કચ્છમાં હવાની 108 કિમીની ગતિ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ચક્રવાત મુજબ 940 ગામોમાં વીજપોલ પડ્યા છે. હાલ દ્વારકામાં પણ 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડામાં માનવમૃત્યુની હજુ ઘટના સામે આવી નથી. જ્યારે ઘાયલ લોકોનો આંક 22 છે. 23 પશુઓનાં મૃત્યુ થયાનો આંક પ્રાપ્ત થયો છે. જ્યારે 524 વૃક્ષો ધરાશાયી થયાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જો આજે હવામાન સારું હશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાત લઈ શકે છે.
#WATCH VSCS(बहुत गंभीर चक्रवाती तूफान) रात 10:30-11:30 बजे के बीच तट को पार कर चुका है। अभी ये SCS(गंभीर चक्रवाती तूफान) में परिवर्तित हुआ है। आज दोपहर तक चक्रवात के और कमजोर होकर CS(चक्रवाती तूफान) होने की संभावना है, शाम तक यह और कमजोर हो जाएगा। अभी पूरे गुजरात में बारिश होगी:… pic.twitter.com/BPIBSsAfzg
— ANI_HindiNews (@AHindinews) June 16, 2023