લોકસભા પૂર્વે આવતા મહિને પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી યોજવાની છે. ચૂંટણીપંચે તમામ પાંચ રાજ્ય માટે મતદાનની તારીખ અને મતગણતરીની તારીખની જાહેરાત કરી દીધી છે. એવામાં રાજસ્થાનમાં 200 સીટો માટે વિધાનસભા ચૂંટણી 23 નવેમ્બરે યોજવાની છે. ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત બાદ હવે ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક સાંસદે તેમાં ફેરફાર કરવાની માંગ કરી છે. પાલીના ભાજપના ધારાસભ્ય પી.પી. ચૌધરીએ પણ ચૂંટણી પંચને ઔપચારિક પત્ર લખ્યો છે. આ દિવસે દેવ ઉઠની એકાદશી અને રાજ્યમાં 50 હજાર લગ્નોના આયોજનની વાતના આધારે તેમણે ચૂંટણી પંચને ભલામણ કરી છે કે મતદાન તારીખમાં ફેરફાર કરવામાં આવે.
ધાર્મિક કારણને ટાંકીને નેતાએ લખ્યો પત્ર
રાજસ્થાનના એક BJP સાંસદે ચૂંટણી પંચને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે કહ્યું કે, આ દિવસ દેવ ઉઠની એકાદશી છે, જે સંસ્કૃતિ અને ધાર્મિક ભક્તિ સાથે જોડાયેલો ખૂબ જ મોટો તહેવાર છે. આ તહેવાર પર કરોડો ભક્તો નદી, માનસરોવર અને પવિત્ર સ્થળોએ સ્નાન કરવા જાય છે. આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ રાજસ્થાનમાં તેનો ઘણો પ્રભાવ છે.
રાજ્યમાં 50 હજારથી વધુ લગ્નથી મતદાન ઓછુ થવાની સંભાવના
આ મામલે સાંસદે બીજું પણ એક કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મોટી સંખ્યામાં લોકોએ તેમને પત્ર લખીને એક માંગ કરી છે કે તેઓ 2 દિવસ વહેલા કે પછી ચૂંટણી ઈચ્છે છે. 50 હજાર લગ્ન પ્રસ્તાવિત હોવાની દલીલ કરતાં સાંસદે કહ્યું કે, આ દિવસે 50 હજારથી વધુ લગ્નનું આયોજન થવાનું છે. જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે, લોકો લગ્ન પ્રસંગમાં વસ્ત રહી શકે છે. આવી સ્થિતિમાં રાજ્યમાં મતદાન ઓછુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું કે, લાખો લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડશે.