આ પ્રક્રિયા ભાજપ પ્રદેશ કક્ષાથી નિયુક્ત કરાયેલા નિરીક્ષકો જયદ્રથસિંહ પરમાર (પ્રદેશ ઉપપ્રમુખ, ધારાસભ્ય) ઘનશ્યામભાઈ ગઢવી (પૂર્વ પ્રદેશ સહ પ્રવકતા), હેમલબેન પટેલ (પીજ) (પ્રદેશ મહામંત્રી, કિસાન મોરચો) ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
આ સેન્સ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ રાજપીપલા નગરપાલિકાની આવનારી ચૂંટણી માટે ઇચ્છુક ઉમેદવારોએ નિરીક્ષકો સમક્ષ હાજરી આપી પોતાની વિગતો, અનુભવ, સંગઠનાત્મક કામગીરી તથા લોકસંપર્ક અંગે માહિતી રજૂ કરી હતી.
ભાજપ દ્વારા યોજાયેલી આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી અને તેમાં સંગઠનના આગેવાનો તેમજ કાર્યકરોનો પણ ઉત્સાહપૂર્વક સહકાર જોવા મળ્યો હતો.
પાર્ટી દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં યોગ્ય અને કાર્યક્ષમ ઉમેદવારને તક મળે તેમજ સ્થાનિક સ્તરે સંગઠન વધુ મજબૂત બને તે હેતુથી આ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.
આ પ્રસંગે ભાજપ નર્મદા જિલ્લા સંગઠનના આગેવાનો તથા કાર્યકરોની હાજરી રહી હતી.
શૈશવ રાવ (નર્મદા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel