ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી (BJP Candidate Fourth List) જાહેર કરી છે. પાર્ટીએ કુલ 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પુડુચેરી (Puducherry)ના એક અને તમિલનાડુ (Tamil Nadu)ના 14 ઉમેદવારોના નામ છે. ભાજપે ગઈકાલે ત્રીજી યાદી જાહેર કરી તમિલનાડુના નવ ઉમેદવારના નામ જાહેર કર્યા હતા.
ભાજપે ગઈકાલે ત્રીજી યાદી જાહેર કરી તમિલનાડુના નવ ઉમેદવારના નામ જાહેર કર્યા હતા, જ્યારે ભાજપે બીજી માર્ચે પહેલી યાદીમાં 195 ઉમેદવારો તો 13 માર્ચે બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ ભાજપે અત્યાર સુધીમાં કુલ 297 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
કોંગ્રેસે કુલ 139 ઉમેદવારના નામ જાહેર કર્યા
જ્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં ત્રણ યાદી જાહેર કરી છે. જેમાં પહેલી યાદીમાં 39 ઉમેદવાર, બીજી યાદીમાં 43 ઉમેદવારો અને ત્રીજી યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ કોંગ્રેસે અત્યાર સુધીમાં 139 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
ચૂંટણી પંચે 16 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારે 16 માર્ચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો (Lok Sabha Election 2024 Date) જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજીસ્ટર્ડ (Total Voters Registered) થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.