click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રાજપીપળા કમલમ ખાતે ભાજપનો 47મો સ્થાપના દિવસ ઉજવાયો, આપ-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રાજપીપળા કમલમ ખાતે ભાજપનો 47મો સ્થાપના દિવસ ઉજવાયો, આપ-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
GujaratNarmada

રાજપીપળા કમલમ ખાતે ભાજપનો 47મો સ્થાપના દિવસ ઉજવાયો, આપ-કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા

ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ રાજપીપળા સ્થિત કમલમ કાર્યાલય ખાતે ઉત્સાહ અને ગૌરવભેર ઉજવાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપના કાર્યકરોમાં નવી ઊર્જા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Last updated: 2026/04/07 at 11:06 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. આ અવસરે પાર્ટીના સ્થાપક નેતાઓ અને મહાન વિચારકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ ભાજપની વિચારધારા, સંગઠન શક્તિ અને દેશના વિકાસમાં પાર્ટીના યોગદાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચ-નર્મદા લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખ વસાવા, નાદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સહિત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા તેમજ મંડળ સ્તરના અનેક હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમની વિશેષતા તરીકે ચીખદા વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરો અને તિલકવાડા વિસ્તારમાંથી કોંગ્રેસના 10થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ નવા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું અને પાર્ટીના સિદ્ધાંતોને અનુસરતા જનસેવામાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું.

સાંસદ મનસુખ વસાવાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. તેમણે કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સામાન્ય નાગરિકને સીધો લાભ મળી રહ્યો છે.

ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખએ ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ થયેલા વિકાસકાર્યોને રેખાંકિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે નર્મદા જિલ્લો પણ વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે.

જિલ્લા પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે ભાજપનું સંગઠન સતત મજબૂત બની રહ્યું છે અને કાર્યકરોની વધતી સંખ્યાથી પાર્ટીની લોકપ્રિયતા સ્પષ્ટ થાય છે. તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

“અંત્યોદયથી સર્વોદય”ના સંકલ્પ સાથે 47 વર્ષથી ભાજપ રાષ્ટ્રહિત અને જનસેવામાં સમર્પિત રહી છે. કાર્યકરોના અવિરત પરિશ્રમ અને સમર્પણના બળે આગામી સમયમાં પણ પાર્ટી વધુ મજબૂત બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી, પ્રદેશ કારોબારી સભ્ય હર્ષદભાઈ વસાવા, પૂર્વ વનમંત્રી મોતીભાઈ વસાવા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

શૈશવ રાવ નર્મદા

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: AAP workers join BJP Gujarat, Bharatiya Janata Party, Bhupendra Patel development Gujarat, BJP, BJP Foundation Day 47th celebration, BJP growth and expansion India, BJP Gujarat workers joining news, BJP local election preparation Gujarat, BJP Narmada district news, BJP organizational strength India, Congress workers join BJP Gujarat, Darshanaben Deshmukh Gujarat news, gujarat, leadership development India, Mansukh Vasava speech BJP, Narendra Modi, Rajpipla event, Rajpipla Kamalam office BJP event, આપ કાર્યકરો ભાજપ ગુજરાતમાં જોડાયા, કોંગ્રેસના કાર્યકરો ભાજપ ગુજરાતમાં જોડાયા, ગુજરાત, દર્શનાબેન દેશમુખ ગુજરાત સમાચાર, નરેન્દ્ર મોદી, નેતૃત્વ વિકાસ ભારત, ભાજપ, ભાજપ ગુજરાતના કાર્યકરો જોડાયા સમાચાર, ભાજપ નર્મદા જિલ્લા સમાચાર, ભાજપ વિકાસ અને વિસ્તરણ ભારત, ભાજપ સંગઠનાત્મક તાકાત ભારત, ભાજપ સ્થાનિક ચૂંટણીની તૈયારી ગુજરાત, ભાજપ સ્થાપના દિવસની 47મી ઉજવણી, ભારતીય જનતા પાર્ટી, ભૂપેન્દ્ર પટેલ વિકાસ ગુજરાત, મનસુખ વસાવનું ભાષણ ભાજપ, રાજપીપળા કમલમ કાર્યાલય ભાજપ કાર્યક્રમ, રાજપીપળા કાર્યક્રમ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 7, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ભારત નિશ્ચિત : LPG અને ક્રૂડ પૂરતું, કોઈ શોર્ટેજ નહીં
Next Article PM મોદીએ વિશ્વ આરોગ્ય દિવસ પર દેશના સ્વાસ્થ્યકર્મીઓનો આભાર માન્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?