ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ગુરૂવારે મોડી રાત સુધી પાર્ટીના હેડક્વાર્ટર પર ચાલી રહી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમિતિના સભ્ય સામેલ થયા. એવું માનવામાં આવી રહ્યું છે કે બેઠક એપ્રિલ-મે મહિનામાં યોજાનારી લોકસભા ચૂંટણી માટે પાર્ટી ઉમેદવારોના પ્રથમ લિસ્ટને અંતિમ સ્વરૂપ આપવા પર મંથન કરવામાં આવ્યું. સુત્રો જણાવી રહ્યા છે કે ભાજપે 2019માં હારનારી સીટો પર વિશેષ ધ્યાન આપવાની યોજના બનાવવામાં આવી છે, તેની પર ઉમેદવારોના નામનું પ્રથમ લિસ્ટ સામે આવી શકે છે.
Glimpses from BJP Central Election Committee Meeting being held at party headquarters in New Delhi. pic.twitter.com/qu7rp5DQ5j
— BJP (@BJP4India) February 29, 2024
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહે પણ બેઠકમાં ભાગ લીધો, જેમાં પાર્ટીએ ચૂંટણી પંચ દ્વારા 543 લોકસભા સીટ પર ચૂંટણીની જાહેરાત કર્યા પહેલા પોતાના ઉમેદવારોના નામ પર વિચાર કર્યો.
ભાજપ હેડક્વાર્ટરમાં થઈ બેઠક
ભાજપ હેડક્વાર્ટરમાં થઈ રહેલી બેઠકમાં અલગ અલગ રાજ્યોના નેતા પણ સામેલ થયા, જેમાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવ, છત્તીસગઠના સીએમ વિષ્ણુ દેવ સાંઈ, ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી અને ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત પણ સામેલ થયા.
2019માં જે સીટ પર હાર મળી તેની વિશેષ ધ્યાન
રાજ્યના નેતા કેન્દ્રીય ચૂંટણી સમિતની બેઠકમાં ત્યારે ભાગ લે છે, જ્યારે તેમના સંબંધિત રાજ્યોની સીટ પર ઉમેદવાર નક્કી કરવા માટે વિચાર કરવામાં આવે છે. સુત્રોએ જણાવ્યું કે ભાજપે 2019માં જે સીટ પર હાર મળી છે, તેની પર વિશેષ ધ્યાન આપવાની યોજના બનાવી છે, તેની પર ઉમેદવારોના નામના પ્રથમ લિસ્ટની જાહેરાત થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ 10 માર્ચ પહેલા ઓછામાં ઓછી 300 સીટ પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવા ઈચ્છે છે, જેથી ઉમેદવારોને તૈયારી કરવા માટે પુરતો સમય મળી શકે અને એનડીએનું 400 પ્લસ સીટનું સપનું સાકાર થઈ જાય .