સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જિલ્લામાં રાજકીય માહોલ દિવસેને દિવસે ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગામે ગામ અને શહેરોમાંથી મળતા જંગી જનસમર્થનને કારણે કાર્યકર્તાઓમાં જીતનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની તમામ 22 બેઠકો, તાલુકા પંચાયતની 103 બેઠકો તેમજ નગરપાલિકાની 28 બેઠકો પર ઉમેદવારો ઉતારતા સંગઠનમાં નવી ઊર્જા જોવા મળી રહી છે. યુવા અને નવા ચહેરાઓને મળેલી તકથી કાર્યકર્તાઓમાં નવચેતનાનો સંચાર થયો છે.
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઉમેદવારો દ્વારા સુવ્યવસ્થિત અને પ્રભાવશાળી પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે. ઘર-ઘર સંપર્ક, નાની બેઠકઓ અને રોડ શો દ્વારા મતદારો સાથે સીધી વાતચીત થતી હોવાથી લોકમાહોલ ભાજપ તરફ વધુ અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. વિકાસ અને વિશ્વાસના મુદ્દાઓ પર ભાજપના ઉમેદવારોને લોકોનો વધતો સમર્થન મળી રહ્યો છે.
જિલ્લા સંગઠનના માર્ગદર્શન હેઠળ કાર્યકર્તાઓ સતત મેદાનમાં સક્રિય રહી મતદારો સુધી પહોંચતા રહ્યા છે. યુવા કાર્યકર્તાઓ અને મહિલા મંડળનો ઉત્સાહજનક સહયોગ ભાજપના અભિયાનને વધુ ગતિ આપી રહ્યો છે.
કાર્યકર્તાઓમાં એક જ નારો ગુંજી રહ્યો છે — “ભાજપ આવે છે”
જિલ્લા પ્રમુખ અને આગેવાનો દ્વારા નિયમિત બેઠકઓ યોજી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જાળવી રાખવામાં આવી રહ્યો છે અને બૂથ સ્તરે મજબૂત મેનેજમેન્ટ ઉભું કરવામાં આવ્યું છે. જેના પરિણામે મતદાનના દિવસે ભાજપને નોંધપાત્ર લાભ મળવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
સ્થાનિક લોકોમાં પણ ભાજપના વિકાસકાર્યો અને વિશ્વાસના આધારે ફરી એકવાર કમળ ખીલશે તેવી આશા વધુ મજબૂત બની રહી છે.
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel