સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગામે ગામ અને શહેરોમાંથી લોકશાહીનો પ્રબળ જનસમર્થન મળી રહ્યો છે. પ્રચાર દરમિયાન લોકોનો ઉમળકો, વિશાળ સભાઓમાં ઉમટી પડતી ભીડ અને કાર્યકર્તાઓની સક્રિય કામગીરી ભાજપ માટે સકારાત્મક સંકેતો આપી રહી છે.
ભાજપના ઉમેદવારો જ્યાં જઈ રહ્યા છે ત્યાં લોકો સ્વયંભૂ રીતે જોડાઈ રહ્યા છે, જે દર્શાવે છે કે મતદારોમાં વિશ્વાસ અને સમર્થન બંને મજબૂત બન્યા છે. “સૌનો સાથ, સૌનો વિકાસ”ના મંત્ર સાથે પાર્ટી દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનો લાભ લોકો સુધી પહોંચ્યો છે, જે હવે મત રૂપે વ્યક્ત થતો દેખાઈ રહ્યો છે.
આ વધતા જનસમર્થનને જોતા વિરોધી પક્ષના ઉમેદવારોમાં ચિંતા ની લહેર ફેલાઈ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપની મજબૂત સંગઠન શક્તિ અને સુવ્યવસ્થિત પ્રચારના કારણે આવનારી ચૂંટણીમાં ભાજપને નોંધપાત્ર લાભ મળી શકે છે.
ચૂંટણીના બાકી રહેલા દિવસોમાં ભાજપ દ્વારા પ્રચારને વધુ તેજ કરવામાં આવી રહ્યો છે, જેથી જીતનો અંતર વધુ વિશાળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel