click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદમાં કમલ તળાવ પાસે 150 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું, મોટી કાર્યવાહી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદમાં કમલ તળાવ પાસે 150 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું, મોટી કાર્યવાહી
AhmedabadGujarat

અમદાવાદમાં કમલ તળાવ પાસે 150 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું, મોટી કાર્યવાહી

અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની લાલ આંખ યથાવત છે. અમદાવાદમાં ફરી એકવાર તંત્ર દ્વારા મોટાપાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Last updated: 2025/12/16 at 1:35 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે મ્યુનિસિપલ તંત્રની કાર્યવાહી સતત ચાલુ છે અને તેના ભાગરૂપે આજે શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા કમલ (ઉમલા) તળાવ પાસે મોટાપાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સવારથી શરૂ કરાયેલી આ મેગા ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન તળાવની જમીન પર આવેલા અંદાજે 150 જેટલા ગેરકાયદેસર મકાનો અને દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગે ભારે પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો અને અનેક પરિવારો અચાનક બેઘર બન્યા.

વર્ષોથી અહીં વસવાટ કરતા સ્થાનિક રહીશો માટે આ કાર્યવાહી ભારે આઘાતરૂપ સાબિત થઈ છે. પોતાના ઘર આંખ સામે તૂટતાં જોઈ મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો. અસરગ્રસ્ત લોકોએ તંત્ર સામે માગ કરી હતી કે જો તેમના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે, તો તેમને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે સરકાર અન્યત્ર વસવાટની યોગ્ય વ્યવસ્થા કરે તો તેઓ સ્થળ ખાલી કરવા તૈયાર છે, પરંતુ કોઈ પૂર્વ વ્યવસ્થા વિના ઘર તોડી નાખવામાં આવતા તેમની હાલત દયનીય બની ગઈ છે.

ડિમોલિશન દરમિયાન સંવેદનશીલતા દાખવતા AMCએ કમલ તળાવડી વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાના મંદિરને હાલ પૂરતું અડખે રાખવાનો નિર્ણય લીધો છે. મંદિરને તોડી પાડવામાં આવ્યું નથી અને તેની કાર્યવાહી હાલ માટે મુલતવી રાખવામાં આવી છે. જોકે મંદિરની બાજુમાં આવેલું એક વિશાળ બે માળનું બંગલો, જેને સ્થાનિકો તળાવ વિસ્તારનું સૌથી મોટું ગેરકાયદેસર બાંધકામ ગણાવતા હતા, તે ડિમોલિશન દરમિયાન ખાસ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બંગલાને તોડવા માટે કોર્પોરેશનની ટીમને ખાસ મહેનત કરવી પડી હતી.

સ્થળ પર સ્થાનિકોના વિરોધ અને હોબાળાને ધ્યાનમાં રાખીને પોલીસે શાંતિ જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો કર્યા હતા અને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી પૂર્ણ કરાવવામાં આવી હતી. AMCનું કહેવું છે કે તળાવની જમીન અને જાહેર મિલકત પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું અભિયાન આગળ પણ ચાલુ રહેશે. જોકે, બીજી તરફ અસરગ્રસ્ત લોકો હવે સરકાર તરફથી પુનર્વસન અને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થાની રાહ જોઈ રહ્યા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, ahmedabad, Ahmedabad City, amc, AMC bulldozer, Breaking news, bulldozer, bulldozer action, gujarat, india news, Kamal Lake, latest news, major action, Mega demolition, Narendra Modi, news channel in india, oneindianews, pm modi, Politics, topnews, અમદાવાદ, અમદાવાદ જિલ્લા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કમલ (ઉમલા) તળાવ, કુબેરનગર વિસ્તાર, ડિમોલિશનની કામગીરી, બુલડોઝર, બુલડોઝર એક્શન, મેગા ડિમોલિશન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 16, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મિર્ઝાપુરમાં ઈસાઈ ધર્માંતરણ ગેંગનો ભંડાફોડ, ચર્ચના પાદરી સહિત 11 ઝડપાયા
Next Article ગોવા નાઈટક્લબના માલિક લુથરા બ્રધર્સ ભારત ડિપોર્ટ, એરપોર્ટ પરથી જ ગોવા પોલીસની કસ્ટડીમાં

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?