Gandhinagar શહેરમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના Sector 30 Circle પાસે એક લક્ઝુરિયસ Toyota Fortuner કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલા વીજળીના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી.
ફોર્ચ્યુનર કાર થાંભલા સાથે અથડાઈ
પ્રાપ્ત માહિતી મુજબ, ફોર્ચ્યુનર કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. સેક્ટર-30 સર્કલ નજીક અચાનક કાર અનિયંત્રિત બની ગઈ હતી અને સીધી રોડની બાજુમાં આવેલા વીજળીના થાંભલા સાથે અથડાઈ ગઈ હતી.
અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા
અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કાર ચાલકને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા Gandhinagar Police નો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવા કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel