લોન્ચ બાદ ચંદ્રયાન-3 એ અંતરિક્ષમાં ત્રીજો પડાવ પાર કરી લીધો છે. તેણે બીજું ઓર્બિટ – રેજિંગ મેન્યૂવર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ISROએ સોમવારે બપોરે આ અપડેટ આપી હતી. ઈસરો અનુસાર ચંદ્રયાન-3ની લોકેશન હવે 41603 km x 226 ઓર્બિટમાં છે.
Chandrayaan-3 Mission update:
The spacecraft's health is normal.
The first orbit-raising maneuver (Earthbound firing-1) is successfully performed at ISTRAC/ISRO, Bengaluru.
Spacecraft is now in 41762 km x 173 km orbit. pic.twitter.com/4gCcRfmYb4
— ISRO (@isro) July 15, 2023
ચંદ્રયાન-3નું લક્ષ્ય શું છે?
તે પૃથ્વીના ચક્કર કાપતાં ગુરુત્વાકર્ષણ બળથી બહાર નીકળશે. ઈસરો અનુસાર આગામી ફાયરિંગ મંગળવારે બપોરે 2થી 3 વાગ્યે થશે. ઈસરોએ શુક્રવારે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટથી ચંદ્રયાન-3નું લોન્ચિંગ કર્યું હતું. તેને ચંદ્ર સુધી પહોંચવામાં 40 દિવસ લાગશે. તેનું લક્ષ્ય ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગની દુર્લભ સિદ્ધી પ્રાપ્ત કરવાનું છે.
ક્યારે કરશે લેન્ડિંગ?
ચંદ્રયાન-3 હવે 23 કે 24 ઓગસ્ટની આજુબાજુ ચંદ્ર પર લેન્ડ કરી શકે છે. તેમાં એક પ્રપલ્શન મોડ્યુલ, એક લેન્ડર અને એક રોવર સામેલ છે. રોકેટનો પહેલો તબક્કો મજબૂત ઈંધણથી ચાલે છે, બીજો તબક્કો પ્રવાણી ઈંધણ પર અંતિમ તબક્કામાં પ્રવાહી હાઈડ્રોજન અને પ્રવાહી ઓક્સિજનથી ચાલતા ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ થાય છે.