ISRO એ ચંદ્રયાન-3નું પ્રથમ ઓર્બિટ મેન્યૂવરિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. એટલે કે તેની પ્રથમ કક્ષા બદલાઈ ગઈ છે. હવે તે 42 હજારથી વધુની ભ્રમણકક્ષામાં પૃથ્વીની આજુબાજુ ઈંડાકાર ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે. હાલમાં ઈસરોના વૈજ્ઞાનિકો તેની ભ્રમણકક્ષા સાથે સંબંધિત ડેટાનું વિશ્લેષણ કરી રહ્યા છે.
કઈ રીતે આગળ વધી રહ્યું છે ચંદ્રયાન?
લોન્ચિંગ બાદ ચંદ્રયાન-3ને 179 કિમીની પેરીજી અને 36,500 કિમીની એપોજીવાળી ઈંડાકાર કક્ષામાં છોડાયું હતું. એટલે કે ઓછા અંતરની પેરીજી અને લાંબા અંતરની એપોજી. સાથે લંબગોળ ભ્રમણકક્ષામાં દાખલ કરવામાં આવ્યું હતું. એટલે કે ટૂંકા અંતરની પેરીજી. લાંબી રેન્જ એપોજી. પહેલાં ઓર્બિટ મેન્યુવરમાં એપોજી વધારાયું છે. એટલે કે 36,500 કિમીથી 42 હજાર કિમી.
પૃથ્વીની આજુબાજુ પાંચ વખત ઓર્બિટ મેન્યૂવર થશે
પૃથ્વીની આસપાસ પાંચ વખત ઓર્બિટ મેન્યૂવર થશે. એટલે કે કક્ષા બદલાશે. તેમાં ચારમાં એપોજી એટલે કે પૃથ્વીથી ચંદ્રયાના દૂર રહેશે. એટલે કે એક પછી એક કક્ષા બદલાશે. તેમાં પ્રથમ, ત્રીજી, ચોથી અને પાંચમી કક્ષા બદલાશે. તમે વિચારતાં હશો કે બીજી કક્ષા ક્યાં ગઈ? ખરેખર તો બીજી કક્ષામાં એપોજી નહીં પણ પેરીજી બદલાશે. એટલે કે નજીકના અંતરને વધારાશે.
ચંદ્રયાન-3ની આગળની સફર કેવી રહેશે?
31 જુલાઈ, 2023ના રોજ ચંદ્રયાન-3 પૃથ્વીથી દસ ગણું દૂર થઈ ગયું હશે. ઈસરોના વૈજ્ઞાનિકો એપોજી બદલીને તેનું અંતર વધારતા રહેશે. પૃથ્વીથી લગભગ 1 લાખ કિલોમીટર દૂર પહોંચે ત્યાં સુધી વધશે. અહીં પહોંચ્યા બાદ વૈજ્ઞાનિકો તેને ગુલેલ બનાવશે. એટલે કે ચંદ્રયાન-3ને સ્લિંગશૉટ દ્વારા ટ્રાન્સલુનર ઇન્સર્ટેશનમાં મોકલાશે. મતલબ ચંદ્ર માટે નિર્ધારિત લાંબા અંતરની સૌર ભ્રમણકક્ષા.