મેડિકલ, ડેન્ટલ સહિતના કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી NEET(NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST)નું પરિણામ જાહેર થયા બાદ મેડિકલમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરુ કરવામાં આવશે. આ પ્રવેશ પ્રક્રિયા પહેલા વિદ્યાર્થીઓ-વાલીઓ ગેરમાર્ગે દોરાઈને કોઈ અમાન્ય સંસ્થામાં પ્રવેશ ન મેળવે તે માટે ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
Advisory Alert: NMC cautions students & parents against unauthorized medical colleges and off-shore programs without approval.
LINK: https://t.co/TPHAk5xQq2#NMC #MedicalEducation #StudentAlert pic.twitter.com/1vSvy8jIsy
— National Medical Commission (@NMC_BHARAT) May 20, 2025
આ કૉલેજને નથી મળી મંજૂરી
આ એડવાઇઝરીમાં રાજસ્થાનની યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતી એક મેડિકલ કૉલેજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરી મુજબ, સિંઘાનિયા યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવતાં MBBSના કોર્સને કમિશનની મંજૂરી ન મળી હોવાના કારણે વિવાદ થયો હતો. હાલ આ મુદ્દે કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી પણ ચાલી રહી છે. આ સ્થિતિમાં તાકીદ કરવામાં આવી છે કે, કોઈ વિદ્યાર્થીઓએ આ પ્રકારની યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતાં MBBSના કોર્સમાં પ્રવેશ લેવો નહીં.
એડવાઇઝરીમાં મહત્ત્વના મુદા
- પ્રવેશ લેતાં પહેલા કમિશનની વેબસાઇટ પર જઈને જે તે કૉલેજને માન્યતા છે કે નહીં તેની ચકાસણી કરવી.
- કેટલીક કૉલેજો કમિશનની મંજૂરી વગર મેડિકલ કોર્સ ઓફર કરતાં હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. આ પ્રકારની કૉલેજ સામે કાયદાકીય પગલાં લેવાશે.
- મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશમાં MBBS કરવા માટે જતાં હોય છે. આ સ્થિતિમાં જે કૉલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે છે, તેમાં અંગ્રેજી ભાષામાં અભ્યાસ કરાવવામાં આવે છે કે નહીં તેની ખાસ તપાસ કરવી. આ સાથે 12 માસની ઇન્ટર્નશીપ પણ કરાવવામાં આવે છે કે નહીં તે પણ ચકાસી લેવું
- આ ઉપરાંત NMC (નેશનલ મેડિકલ કમિશન) દ્વારા સીધા કોઈ વિદ્યાર્થીઓને મેડિકલ કૉલેજમાં પ્રવેશ ફાળવવામાં આવતા નથી તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.