ભાવનગર જિલ્લાનાં બગદાણા સ્થિત ગુરુઆશ્રમનાં મોભી અને બજરંગદાસ બાપાના અંતેવાસી મનજીદાદાનું અવસાન થતાં યોજાયેલ પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.
ગુરુઆશ્રમનાં વડા મનજીદાદાનો મંગળવારે દેહવિલય થતાં સામાજિક અને રાજકીય આગેવાનોએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
સદગતને શ્રદ્ધાંજલિ આપવા બગદાણામાં યોજવામાં આવેલી પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મનજીદાદાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમનાં પરિવાર અને ગુરુઆશ્રમના અનુયાયીઓને સાંત્વના પાઠવી હતી અને દિવંગત આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
આ વેળાએ પરિવારના જનકભાઈ પટેલ અને પરિવારજનોએ મુખ્યમંત્રીના સદભાવ પ્રત્યે લાગણી દર્શાવી હતી.
અહીંયા લોકસાહિત્યકાર માયાભાઈ આહીર, રાજકીય આગેવાનો અને આસપાસના સેવકો પ્રાર્થના સભામાં જોડાયા હતા. અહી દેવાંગભાઈ સાગર તથા આશ્રમ પરિવારના સ્વયંસેવકો સંકલનમાં રહ્યા હતા.