ભારતીય વાયુસેનાની સફળ કામગીરી ‘ઑપરેશન સિંદૂર’ બાદ ચીન દ્વારા રાફેલ ફાઇટર જેટની વૈશ્વિક પ્રતિષ્ઠા દુષિત કરવા માટે એક સંગઠિત ડિઝઇન્ફોર્મેશન કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું હતું. ફ્રેન્ચ ગુપ્તચર એજન્સીઓના તાજેતરના રિપોર્ટ અનુસાર, ચીને પાકિસ્તાનની મદદથી અને પોતાની સરકારી યંત્રણા તથા પ્રોક્સી મિડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ખોટા દાવાઓને ઓનલાઇન ફેલાવ્યા હતા કે પાકિસ્તાને ઓપરેશન દરમિયાન ત્રણ ભારતીય રાફેલ જેટ તોડી પાડ્યા હતા. આ સંપૂર્ણપણે અસત્ય હોવા છતાં, ચીનનું હેતુ રાફેલની છબીને નુકસાન પહોંચાડવાનું અને પોતાના લડાકૂ વિમાન J-10 સહિતના પ્લેટફોર્મ્સના પ્રમોશન દ્વારા વૈશ્વિક ફાઇટર જેટ બજારમાં પોતાનું વહીવટ વધારવાનું હતું.
આ અભિયાન અંતર્ગત ચીનની તરફથી નકલી AI જનરેટેડ છબીઓ, વિડિઓ ગેમોના સ્નેપશોટ અને ઢાંકેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા સમર્થન મેળવી ખોટી તસવીરો અને વીડિયોઝને “પ્રમાણ” તરીકે રજૂ કરવામાં આવ્યા. પાકિસ્તાની પ્રચાર યંત્રણાએ પણ આ કાવતરમાં સાથ આપ્યો અને જાણીતા ભારતીય મિડિયા બ્રાન્ડ્સની નકલ કરીને ડુપ્લિકેટ ન્યૂઝ હેડલાઇન્સ બનાવી લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો.
⚡ A French intelligence report has claimed that China spread false information in several countries to influence the sale of Rafale fighter jets.
China's propaganda campaign started after the India-Pakistan air conflict, in which Pakistan falsely claimed to have shot down… pic.twitter.com/C1tQOupfTY
— OSINT Updates (@OsintUpdates) July 6, 2025
ફ્રેન્ચ સંરક્ષણ મંત્રાલયે આ બાબતે કડક નિવેદન આપીને સ્પષ્ટ કર્યું કે રાફેલ કોઈ પણ રીતે નુકસાન પામ્યો નથી અને તેની કામગીરી વિષે કોઈ શંકાને સ્થાન નથી. તેમણે આ પ્રયત્નોને ફ્રેન્ચ એરોબજાર માટે અસ્થિરતા ઉભી કરવા અને ખાસ કરીને ભારત સાથેના વ્યૂહાત્મક સંયોજનને નબળું પાડવાનો રાજકીય ષડ્યંત્ર ગણાવ્યું. વધુમાં, ચીન અને તેની સાથે જોડાયેલા તત્વોએ ઇન્ડોનેશિયા જેવા દેશો પર પ્રભાવ પાડવાનો પ્રયાસ પણ કર્યો, જેમણે રાફેલમાં ખરીદીમાં રસ દાખવ્યો છે.
ભારત અને ફ્રાન્સ — બંને દેશોએ ચીનના આ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે આ એક વિચારીને ઘડાયેલું પ્રચાર યુદ્ધ છે, જેનો હેતુ ફ્રેન્ચ ટેકનોલોજીની વિશ્વસનીયતા અને ભારતના લશ્કરી વિશ્વાસને ખંડિત કરવાનો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared