હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મંગળવારની રાત્રે પડેલા મોસળધાર વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાએ સમગ્ર શહેરમાં વિનાશ વેરાવ્યો છે. ખાસ કરીને મંડી શહેરના જેલ રોડ અને હોસ્પિટલ રોડ વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ભયાનક બની હતી. અચાનક ઉદભવેલા પૂર અને ભારે કાટમાળના પ્રવાહને કારણે રસ્તાઓ અવરોધાઈ ગયા હતા અને સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઇ ગયું છે. મંડી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા મળેલી માહિતી મુજબ, અત્યાર સુધીમાં આ ભયંકર આપત્તિમાં બે વ્યક્તિઓના મોત થયા છે. મૃતકોમાં જેલ રોડ પર રહેતી એક મહિલા શામેલ છે, જેનું સવારે લગભગ 4 વાગ્યે કાટમાળના મોટા પડઘા નીચે દટાઈ જવાથી કરુણ અવસાન થયું હતું. બીજી વ્યક્તિનો મૃતદેહ પણ ત્યારબાદ કાટમાળમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યો હતો.
#WATCH | Himachal Pradesh | Flood-like situation in various parts of Mandi following heavy rainfall in the city. pic.twitter.com/IGnc9qGQ0n
— ANI (@ANI) July 29, 2025
મળતી વિગતો અનુસાર, મોડી રાત્રે થયેલા ભારે વરસાદના કારણે જેલ રોડ પાસેના નાળામાં અચાનક પાણીનો સ્તર ઊંચો થઇ ગયો હતો, જેના કારણે નજીકના રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. સવારે લગભગ ચાર વાગ્યાની આસપાસ, પુરનું પાણી અને કાદવ ઘરોના નીચેના માળમાં પ્રવેશી ગયો અને ત્યાં સૂઈ રહેલા દસથી વધુ લોકો ફસાઈ ગયા હતા. તાત્કાલિક હરકતમાં આવેલા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સૌનો સમયસર બચાવ કરવામાં આવ્યો હતો, જે મોટી દુર્ઘટનાને ટાળી ગયો.
#WATCH | Mandi, Himachal Pradesh | Flood observed in various parts of Mandi following heavy rainfall in the city. The local police, NDRF, and Home Guards team deployed for relief and rescue work. pic.twitter.com/CrmElX7MTA
— ANI (@ANI) July 29, 2025
મંડીના વિવિધ વિસ્તારોમાં ભારે કાટમાળ અને પાણીના પ્રવાહને કારણે 15 થી વધુ વાહનોને ભારે નુકસાન થયું છે. ઘણા ઘરોના તળિયાના માળ પાણી, કાદવ અને કાટમાળથી ભરાઈ ગયા છે, જેના કારણે નાગરિકોને ઘરની અંદર જ જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. તંત્ર દ્વારા હવે સફાઈ અને પુનઃસ્થાપનના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત પૂરું પાડવા માટે બચાવ શિબિરો ગોઠવાઈ રહ્યા છે. હાલની પરિસ્થિતિને જોઈને એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે નુકસાનની અંદાજીત આંકડાઓ હજુ વધુ વધી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel